ગુજરાતી યુવાન એક સેકન્ડ થી KBC ની હોટ સીટ ચુકી ગયો ! પરંતુ બીજી વખત હોટ સીટ સુધી પહોંચી આટલા રૂપીયા જી…
વર્ષો થી એક ટી.વી શો કોન બનેગા કરોડપતિ લોકો નો સૌથી મનપસંદ શો રહ્યો છે ત્યારે ગુજરાત ના ઘણા લોકો એ આ શો મા ભાગ લીધેલો છે અને ઘણી વખત હોટ સીટ સુધી પણ પહોંચ્યા છે ત્યારે ફરી એક ગુજરાતી યુવક હોટ સીટ સુધી પહોંચ્યો હતો અને પોતાના જ્ઞાન અને પ્રતિભા થી 25 લાખ રુપીયા જીત્યા છે તો ચાલો જોઈએ કયા થી છે આ યુવક….
આપણે જે યુવક ની વાત કરવા જઈ રહ્યા છીએ તે યુવક ભાવનગર જીલ્લા ના સિહોર તાલુકા નો છે અને તેનુ નામ અમિત જાદવ છે અને અમીત જાદવની વાત કરીએ તો તેવો ઘણા વર્ષો થી કોન બનેગા કરોડપતિ મા જવા માટે પ્રયાસો કર્યા હતા ત્યારે અમીત જાદવ જયારે બે વખત આ શો નો ભાગ બની ચુકયા છે. પ્રથમ વખત તેવો ફાસ્ટેસ ફીંગર સુધી પહોંચ્યા હતા ત્યા થી આગળ ના રાઉન્ડ હોટ સીટ પર પહોંચી શક્યા નહોતા જયારે તેવો એ હાર ન માની અને મહેનત ચાલુ રાખી હતી.
જ્યારે અમીત જાદવ એક સેકન્ડ થી હોટ સીટ મા આવતા રહી ગયા હતા ત્યારે અમિતાભ બચ્ચને તેમના સાથે ઉભા રહી આશ્વાસન આપતાં કહ્યું હતુ કે શ્રીમાન નિરાશ મત હોઈએ… આપ હોટ સીટ કી ઓર નહીં પહોંચ સકે તો કયા હુઆ, પર ફાસ્ટેસ્ટ ફિંગર કી સીટ કે લિયે ભી કરોડો લોગ તરસ રહે હૈ, ઔર આપ વહાં તક પહૂચે હો, યે ભી કોઈ કમ બાત નહીં અને બીગ બી એ અમિત જાદવને તેમના ઓટોગ્રાફ કરી આપી અને જોડે ઉભા રહી ફોટો પડાવી જીવનભરની યાદગીરી આપી હતી.
પરંતુ એક વખત નિરાશા મળવા છતા હિમ્મત ના હાર્યા અને પોતાના જ્ઞાન અને પ્રબળ ઈચ્છા શક્તિ થી તેવો હો સીટ સુધી પહોંચી ગયા હતા અને ખુબ સારી રીતે સવાલો ના જવાબો આપ્યા હતા અને 25 લાખ રુપિયા ની રકમ જીત્યા હતા ત્યારે સીહોર મા લોકો એ તેમનું સ્વાગત કર્યુ હતુ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
