વિચીત્ર ભયાનક અકસ્માત મા આઠ લોકો ના કમકમાટીભર્યા મોત નીપજ્યા
હાલમાં જ એક ભયંકર ઘટના બની છે, જેના પગલે હરિયાણા તેમજ મૃતકોનાં ઘરોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વાત જાણે એમ છે કે,હરિયાણાનાઝઝ્ઝરમાં અકસ્માત સર્જાયો. આ ઘટનામાં આઠ લોકોના મોત પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ સૌથી મહત્વની વાત અને દુઃખનિય કે આ ઘટનામાં એક બાળક ઇજાગ્રસ્ત થયો તેમજ મૃતકમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સામેલ છે.
બહાદુરગઢના બાદલી અને ફરુખનગર વચ્ચે કેએમપી એક્સપ્રેસ હાઇવે પર આ ઘટના બની હતી. અર્ટિંગા કારમાં સવાર લોકો ગુરુગ્રામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે તેજ રફ્તારથી આવેલા ટ્ર્કે ગાડીને પાછળથી ટક્કર મારી દીધી હતી. જેના કારણે આઠ લોકોના મોત થયા છે.આ ઘટના બનતા ટ્રક ચાલતા ફરાર થઈ ગયેલ.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. ફરાર ટ્ર્ક ચાલકની શોધ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ભાડાથી અર્ટિંગા ગાડીમાં કુલ 11 લોકો સવાર હતા. ઘટના દરમિયાન ગાડી ઉભેલી હતી અને કેટલાક લોકો બાથરૂમ જવા માટે ઉતર્યા હતા. હાલ ગાડીનો ડ્રાઇવર, એક મહિલા અને એક બાળકીનો જીવ બચી શક્યો છે. બાકી આઠ લોકોના મોત થયા છે.
મૃતકની આત્મા ને શાંતી મળે એજ પ્રાર્થના અને પરીવાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.આવી ઘટના અનેક વાર બનતી હોય છે, આ પહેલા એક ટ્રેકટર પલટી ખાતા એકી સાથે અનેક પરિવાર પોતાનો જીવ ગુમાવેલ ત્યારે ફરીએકવાર આ ઘટનાં બનતા સમર્ગ પંથકના શોકની લાગણી વર્તાય ગઈ છે.આવા રોડ અકસ્તમાતમાં અનેક પરિવાર નોંધારા થયા છે.
