સમય નો ખેલ ! નેશનલ ચેમ્પિયન ખેલાડી આજે રીક્ષા ચલાવે છે અને તેનુ આ સપનું પણ અધુરુ
જીવનમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે,પરતું કહેવાય છે ને કે વ્યક્તિ પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડ્યું હોય છે! આમ પણ જ્યારે વ્યક્તિ સુખ હોય છે, ત્યારે તેમનાં જીવનમાં ક્યારેક દુઃખો નું પણ આગમન થાય છે. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિ વિશે જાણીશુ જેમને પોતાના જીવનમાં ખૂબ જ આવડત થકી દેશને ગૌરવ અપાવ્યું પરતું આજે એવો સમય આવી ગયો કે, તેઓને રિક્ષા ચલાવીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે. ખરેખર આ કહાની જાણીને તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ વ્યક્તિનું જીવન આવું કંઈ રીતે બની શકે.
આ વાત જાણે એમ છે કે, પજાબના એક બોક્સર બોક્સિંગ માટે કોચિંગ લીધું હતું અને નેશનલ ચેમ્પિયન બન્યો હતો, પણ કહેવાય છે કે ,નોકરી ન મળવાને કારણે તેને પરિવારનું ભરણપોષણ કરવા માટે ઓટો ચલાવવાની અને બજારમાં માલ સમાન ફેરવે છે. આ બોક્સરનું નામ છે આબિદ ખાન. ચાલો તેમના વિશે જાણીએ ..
તેમના જીવન વિશે યુટ્યુબ પર 17 મિનિટની વીડિયો ક્લિપ શેર કરવામાં આવ્યો છે. આબિદ ખાન એક વ્યાવસાયિક અને પ્રશિક્ષિત બોક્સર હતા અને તેમણે પાંચ વર્ષ સુધી આર્મીમાં કોચ તરીકે પણ સેવા આપી હતી. તેઓ પંજાબ યુનિવર્સિટીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ એન્ડ સ્પોર્ટ્સ, પટિયાલા 1988-89 ના વિદ્યાર્થી હતા. પણ જીવમમાં આર્થિક તંગીને કારણે બોક્સિંગ છોડવું પડ્યું
આબિદ અને તેના પરિવારની આર્થિક સ્થિતિ કથળી હતી. તે બોક્સિંગને તેની કારકિર્દીનો ભાગ ન બનાવી શક્યો અને તેને ઓટો ડ્રાઇવિંગ કરવું પડ્યું. એટલું જ નહીં, તેઓએ બજારમાં લોડિંગ અને અનલોડિંગ પણ કરવું પડ્યું. સારી નોકરીની શોધ કરી પરંતુ સખત મહેનત અને ક્ષમતાને કારણે તેને કોઈ કામ ન મળ્યું.
એક સમયે રાષ્ટ્રીય બોક્સર હતા અને દેશને અનેક મેડલ અપાવેલ પરતું આજે તેમની સામે કોઈ નથી જોઈતું. આજે આબિદ ખાન બે બાળકોનો પિતા પણ છે. તેની હાલત જોઈને તેણે પોતાના બાળકોને રમતગમત ક્ષેત્રમાં જવાની ના પાડી છે. તેમનું કેવું છે કે તેઓ બોક્સિંગ કોચિંગ શરૂ કરી શકે છે પરંતુ પૈસાના અભાવે તે આવું કરી શકતો નથી.તેમનો આ વીડિયો જોઈને સૌ કોઈ આગળ આવ્યા છે તેમની મદદ કરવા.