Gujarat

નડિયાદ માં મિશન બ્રીજ પર કરુણ અકસ્માત:- ધોરણ-૧૧ ની પરીક્ષા આપી પરત ફરી રહેલા વિદ્યાર્થી નું કારની ટક્કરે થયેલ કરુણ મૃત્યુ.

ગુજરાત રાજય માં આવેલ નડિયાદ શહેર માં આવેલ મિશન બ્રીજ પર એક ૧૬ વર્ષીય યુવક નું અકસ્માત માં મોત થયું છે. ૧૬ વર્ષીય યુવક પરીક્ષા આપી ઘરે પરત ફરત તો હતો, તેને શું ખબર કે આ પરીક્ષા તેના જીવન ની છેલ્લી પરીક્ષા હશે. તે યુવક પરીક્ષા આપી ઘરે પરત ફરત તો હતો, તે દરમિયાન મિશન બ્રીજ ઉપરના ટર્ન પાસે પસાર થતા સમયે સામેથી આવતી કારે તેને ટક્કર મારી હતી. આ બનાવ ની જાણ થતા નડિયાદ પોલીસ મથકે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. અને મળતી માહિતી અનુસાર નડિયાદ શહેરમાં આવેલ પવનચક્કી રોડ પર મારુતિનગરમાં રહેતો અંશ અશ્વિનભાઈ ગોહેલ આજરોજ ધોરણ-૧૧ ની પરીક્ષા આપવા માટે સંત અન્ના સ્કુલે ગયેલ હતો. જ્યાંથી પેપર આપી ઘરે પરત ફરી રહ્યો હતો.

તે સમય દરમિયાન સવાર ના સુમારે સાડા દસ વાગ્યાના અરસામાં અંશ નામનો બાળક મિશન બ્રીજ પરથી પસાર થઇ રહ્યો હતો. જ્યાં તે મિશન બ્રીજ ઉતરવાના ઢાળ આગળના વળાંક નજીક પહોંચતા તેની સામે આવતી ગાડી જેનો રજીસ્ટ્રેશન નં-જી.જે.૦૭,ડી.ઈ 1010 ના વાહન ચાલકે અંશની એકટીવા ને જોરદાર ટક્કર મારી હતી. જેથી અંશનું બેલેન્સ બગડતા તેની એકટીવા સાથે અંશ રોડની બાજુના ડિવાઈડર અને સેફટી વોલની વચ્ચે અથડાયો હતો. અને અંશને શરીરના ભાગે ઘણી-બધી ગંભીર ઈજાઓ થઇ હતી. સદરહુ આ ઘટના બનતા ની સાથે જ ત્યાં લોકોની ભીડ જમા થયેલ હતી, અને ત્યાં જમા થયેલ ભીડ ના લોકોએ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ ને કોલ કર્યો જેથી ઘટના સ્થળે ૧૦૮ આવી ઈજા થયેલ અંશને તુરંત જ હોસ્પિટલ માં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન અંશનું મૃત્યુ નીપજ્યું હતું.

તદુપરાંત આ બનાવની ઘટના ની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ ને થતા પોલીસ આ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને અંશના પિતા નામે અશ્વિનભાઈ ગોહેલ ઉપરોક્ત કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે આ ડભાણ ના કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સદરહુ આ ઉપરોક્ત ઘટના બાદ મિશન ઓવરબ્રિજ પરના શાર્પ ટર્નમાં વધુ એક આશાસ્પદ યુવક નું મોત નીપજેલ હતું.

મળતી માહિતી અનુસાર મૃતક અંશના પિતા નામે અશ્વિનભાઈ ગોહેલ જે પોતે એક્સ આર્મી મેંન હતા, અને તેઓ હાલ કેરીયાવીની બેંક ઓફ બરોડામાં ગાર્ડ તરીકે ની ફરજ બજાવે છે, અને મૃતક અંશના માતા CHC ના વર્કર તરીકે ની ફરજ બજાવે છે. તદુપરાંત તેના માતા-પિતાના સંતાનમાં અંશ અને તેનાથી નાની ત્રણેક વર્ષની દીકરી છે. પુત્રમાં અંશ એક માત્ર સંતાન હતો. અંશનું મૃત્યુ થતા તેના પરિવાર ના તમામ સભ્યોમાં શોક ની લાગણી છવાઈ ગઈ છે.

સદરહુ અકસ્માત ની ઘટના થયા બાદ મોડી સાંજે છ વાગ્યાના સમય ગાળામાં જ્યાં અંશ રહેતો હતો તે મારુતિનગરમાં તેની અંતિમ દફનવિધિ ચાલી રહી હતી, તે સમય દરમિયાન ત્યાં હાજર અંશના સ્નેહીજનો અને ત્યાના આસપાસના લોકો કે જેઓ અંશ અને તેમના પરિવાર સાથે ઘણા સમય થી રહે છે. તેની પાસેથી મળતી માહિતી અનુસાર જાણવા મળેલ કે અંશ તેના પિતા ની જેમજ ખુબજ સરળ અને શાંત સ્વભાવ નો હતો, તેની કોઈપણ જાતની કોઈ ફરીયદ આવી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!