એક સમયે ગરીબીમાં જીવન જીવનાર ગીતાબેન રબારી આજે કરે છે આટલી કમાણી!
આપણે સૌ કોઈ જાણીએ ગીતા રબારી આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓમાં અનેરૂ સ્થાન બનાવ્યું છે. ત્યારે ખરેખર આજે અમે આપને જણાવીશું કે દેશ અને વિદેશોમ ગાયકી દ્વારા ગીતા બેન કેટલી કમાણી કરે છે.ખરેખર તમને જાણીને ખૂબ જઆનંદ થશે. આ વાત કોઈ સામાન્ય નથી પરંતુ તેમને પોતાના જીવનમાં ખુબજ સઘર્ષ કરીને આ કમાણી કરી છે. ત્યારે ચાલો જાણીએ ગીતા રબારી કંઈ રીતે કરોડ રૂપીયાણી કમાણી કરે છે.
ગીતા બેન રબારી એ માત્ર 10 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા રબારી આજે ગુજરાતના લોકપ્રિય સિંગર માંથી એક છે.ગુજરાતના કચ્છ જિલ્લાના તપ્પર ગામમાં વર્ષ 1996 માં 31 મી ડિસેમ્બરના રોજ ગીતા રાબારીનો જન્મ થયો હતો. અને કળા તો જન્મજાત મળેલ.માત્ર 10 વર્ષની ઉંમરમાં ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી તેમના અવાજમાં જબરદસ્ત મીઠાશ અને મંત્રમુગ્ધ કરી નાખે તેવો જાદુ છે.
ગીતા રબારીની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી.શરૂઆતમાં તેઓ ગીતા ભજન, લોકગીત,સંતવાણી,ડાયરા જેવા કાર્યક્રમો આપવા આજુબાજુના ગામમાં જતા અને ધીમે ધીમે તેમના અવાજના જાદુના લીધે સમગ્ર કચ્છ પંથકમાં તેમના જીવંત કાર્યક્રમોની માંગ વધવા લાગી .જ્યારે રેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગીતા રબારી ની શાળાની મુલાકાતે હતા.ત્યારે ગીતા બેને કાર્યક્રમમાં ગીત ગાયું હતું અને એટલું મધુર અવાજમાં ગીત સાંભળીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંત્રમુગ્ધ બની ગયા હતા અને ઇનામ રૂપે 250 રૂપિયા આપીને ગીતા બેન ને કહ્યું કે તમે સારું ગાવ છો વધારે પ્રેક્ટિસ કરો બસ ત્યારથી ગીતા બેન નું લક્ષ્ય સંગીતકાર બનવાનું થઈ ગયું.
આખરે ગીતા બેનને રોણા શેરમા ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી આજ સુંધીમાં ૧.૫૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું હતું.ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧/૧૨/૧૯૯૬, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.
હાલમાં તેઓ તેમના માતા પિતા સાથે તેમનું જીવન વિતાવી રહ્યા છે અને તેમને હાલમાં આલીશાન ઘર ખરીધુ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, ગીતાબેન રબારી એક પ્રોગ્રામ ના ગાવાના ૫૦ હજાર તેમજ ગ્રુપ સાથે પ્રોગ્રામ ના ૧ લાખથી વધુ ચાર્જ લેતા હતા.ગીતાબેન હાલના પ્રોગ્રામ ના રૂપિયા ૨,૦૦,૦૦૦ (બે લાખ) થી વધારે પૈસા લે છે. ખરેખર આ ગૌરવની વાત કહેવાય કે, ગીતા રબારી અનેક સંઘર્ષ કરીને જીવનમાં સફળતા મેળવી છે. આજે તેઓ ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.