Gujarat

માતા પિતા માટે ચેતવણી રુપ કીસ્સો ! રાજકોટમાં 3 વર્ષના બાળકે નાકમાં સ્ક્રુ નાંખ્યો અને પછી

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર બાળકો માટે ભયકંર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં ફરી એકવાર ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે. આ ઘટના સૌ કોઈ માતા પિતા માટે ખાસ ધ્યાન દોરવા જેવું છે. બાળકો અનેક વખત નાની મોટી ચીજ વસ્તુઓ સાથે રમતા હોય છે.

અજાણતા જ મોંઢામાં કે બીજે કયાંક ફસાઈ જાય અથવા તો ઘાતક બને છે. ત્યારે હાલમાં જ માતા પિતા માટે ચેતવણી રુપ કીસ્સો બન્યો જેમાં,રાજકોટમાં 3 વર્ષના બાળકે નાકમાં સ્ક્રુ નાંખ્યો અને પછી જે થયું તે ચોંકાવનારું છે.બાળક નો જીવ જવાને આરે જ હતો પણ ખરેખર આ ઘટના ખૂબ જ ગંભીર હતી.

વાત જાણે એમ છે કે, રાજકોટમાં ત્રણ વર્ષના બાળકના નાકમાં રમત રતમાં સ્ક્રુ ફસાઈ ગયો હતો.ગણતરીની મિનિટોમાં સ્ક્રુ બહાર કાઢ્યો હતો. આખરે માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. બાાળકનો સ્ક્રુ કાઢનાર ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે, બાળકની ઉમર માત્ર 3 વર્ષની હતી તેથી તેનું નામ બહુ જ સાંકડુ હતું.

આ સમગ્ર ઘટનામાં બન્યું એવું હતું કે, નાકની ખૂબ જ સાંકડી જગ્યામાં ઊંડે ફસાયેલ મેટલનો સ્ક્રુ જો સરકીને ઊંડી ઉતરી ગયો હો તો તે શ્વાસનળીમાં ફસાઈ ગયો હોત. આવામાં બાળકના જીવનું જોખમ ઉભું થાત. વળી સ્ક્રુ કાઢતી વખતે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા ઉભી થઈ શકી હોત. જોકે, સ્ક્રુ બહુ ઊંડે ફસાયો ન હોવાથી કાઢી લેવામાં આવ્યો હતો. આશરે દોઢેક સેન્ટીમીટરનો મોટો સ્ક્રુ દૂરબીનથી કાઢવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!