Gujarat

જન્મ દિવસે ખરીદેલી સ્પોર્ટ્સ બાઈક બની મોત નુ કારણ! પાછળ બેઠેલા મીત્ર નુ પણ મોત

રાજય મા અવાર નવાર અકસ્માતો ના બનાવો બનતા હોય છે ત્યારે ઘણા અકસ્માતો એવા પણ બનતા હોય છે જે જાણી ને આપણુ હૈયુ હચમચી જાય છે ત્યારે ઓલપડ તાલુકાના સાયણ ગામે એવો જ એક અકસ્માત નો બનાવ બન્યો છે જેમા બે લોકો ને જીવ ગુમાવવા નો વારો આવ્યો છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક યુવક પોતાની બાઈક લઈ ને એક એક્ટીવા ચાલક ની સાઈટ કાપવા ગયો હતો

આ ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ શુગર રોડ પર આવેલી નહેર કોલોની ખાતે રહેતો રાકેશ વિનોદભાઈ વસાવા( ઉં.વ 21) પોતાની બાઈક લઈ તેમના એક મિત્ર સાથે કાર્તિક સુંદર વસાવાને પાછળ બેસાડી ઓલપાડથી સાયણ જતા રાકેશ ઓવર સ્પીડ મા આગળ જતી એક્ટીવામોડ મોપેડ નંબર GJ-5 FN-8511ની ઓવરટેક કરવા જતા એક ગંભિર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમા રાકેશ અને તેમના મીત્ર કાર્તિક ને ગંભિર ઈજા ઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા જયા સારવાર દરમ્યાન બન્ને ના કરુણ મોત નીપજ્યા હતા. જન્મ દિવસ ના 12 દિવસ પહેલા જ રાકેશ પોતાની માટે સ્પોર્ટ્સ બાઈક R15 ની ખરીદી કરી હતી અને હજી બાઈક નો નંબર પણ આવવા નો બાકી હતો ત્યા આવી કરુણ ઘટના બની હતી.

રાકેશ એક સુખી સુખી દાંપત્ય જીવન જીવતા હતો તેના ઘરે 18 દિવસ પહેલાં બાળકનો જન્મ થયો હતો. રાકેશ ના મૃત્યુ થી એક 18 દિવસ ના બાળકે પિતા ની છત્રછાયા ગુમાવી છે જયારે રાકેશ સાથે તેના મિત્ર ને પણ કાળ બોલાવતો હોય એમ બન્ને ના કરુણ મોત નીપજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!