India

પિતા એ બાળક નુ એવુ નામ રાખ્યુ કે તમે એક જાટકે બોલી પણ ના શકો ! ટ્રાઈ કરી જુવો એક વાર

આ જગતમાં કોઈ પણ વ્યક્તિ ઓળખાય છે, તો તેના ચહેરા થી નહિં પણ તેના નામથી ઓળખાય છે. ત્યારે આજે આપણે એક એવા બાળક નાં નામ વિશે જાણીશું કે, તેનું નામ એટલું વિચિત્ર છે, કે લોકો બોલી નહીં શકતા.ખરેખર આ નામ ખૂબ જ અલગ છે. ચાલો આ નામ વિશે જાણીએ એવું તે શું ખાસ નામ છે. તક પિતાએ પોતાના બાળકનું નામ ABCDEF GHIJK Zuzu રાખ્યું છે. હવે આવું નામ તો પહેલીવાર વાંચતા સમસ્યા થાય.

ન્ડોનેશિયામાં એક પિતાએ પોતાના પુત્રનું નામ આ રાખ્યું છે. અને આ અજીબોગરીબ નામ સામે આવવાની ઘટના પણ રસપ્રદ છે. જ્યારે આ બાળક વેક્સિન લેવા ગયો તો. 12 વર્ષના આ બાળકનું ઓળખ પત્ર જોઈને સ્વાસ્થ્ય અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાળકનું નામ જોઈને તેમને લાગ્યું કદાચ બાળક મજાક કરી રહ્યો છે. ઓળખ પત્ર પર બાળકનું નામ ABCD EFGH IJK Zuzu લખ્યું હતું.

બાળકના પિતા ઝુલ્ફાહમી ઝૂઝૂએ જણાવ્યું કે, તેમને જ પોતાના બાળકનું આ નામ રાખ્યું છે. તેઓ હંમેશાંથી ઈચ્છતા હતા કે તેમનો બાળકો મોટો થઈને લેખક બને. તેના કારણે તેમને બાળકનું આવું નામ રાખ્યું. જો કે, ઘરના લોકો બાળકને લાડથી એડેફ બોલાવે છે.બાળક જે ટીશર્ટ પહેરીને આવ્યો હતો, એ ટીર્શટ ઉપર પણ તેનું નામ ABCDEF GHIJK Zuzu લખવામાં આવ્યું હતું. જે બાદ તેની ટીશર્ટ અને કોરોના વેક્સિન માટેનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો.હકીકતમાં ઝુલ્ફાહી જાતે જ લેખક બનવા માગતા હતા. જ્યારે તેમનું સપનું પૂરું ન થઈ શક્યું તો તેમને પોતાના બાળક દ્વારા તેને પૂરું કરવાનું વિચાર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!