યુવકે ગળાફાંસો ખાઈ ને જીવન ટૂંકાવ્યું! આત્મ હત્યા કરતા પહેલા વિડીઓ બનાવી ગર્લ ફ્રેન્ડ વિશે આવુ કીધુ
ખરેખર આ જગતમાં પ્રેમ એવો છે કે, જેમાં પડ્યા પછી દરેક વ્યક્તિ આંધળો બની જાય છે અને પોતાના પ્રેમી પાત્ર સિવાય તેને બીજું કંઈ દેખાતું જ નથી! અનેક લોકો પોતાના માતા પિતાનો પ્રેમ ભૂલીને પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે.હાલમાં જ એક એવી દુઃખ ઘટના બની જેમાયુવકે ગળાફાંસો ખાઈ ને જીવન ટૂંકાવ્યું! આત્મ હત્યા કરતા પહેલા વિડીઓ બનાવી ગર્લ ફ્રેન્ડ વિશે એવું કીધું કે તમને જાણીને આશ્ચર્ય થશે. ચાલો આ ઘટના વિશે જાણ કરીએ.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,મંદસૌર જિલ્લાના ભાનપુરા પોલીસ સ્ટેશનના સંદલપુર ગામના સુનીલ પાટીદારે 25 ઓક્ટોબરે પોતાના ઘરમાં ગળો ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. જીવ ગુમાવતા પહેલા દ સુનિલ પાટીદારે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે પ્રેમિકાના પિતા માંગીલાલ પાટીદાર અને કરૂલાલના સંબંધી પર ડરાવવા અને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકીનો આરોપ લગાવ્યો હતો.
તમને જાણીને નવાઈ લાગશે કે, આ યુવાને મરતા પહેલા આ વીડિયોને તેના મિત્રોને મોકલ્યો. વીડિયોમાં મિત્રો નિલેશ, રાકેશ અને એક સંબંધી પવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સુનિલે છેલ્લી ઘડીના વીડિયોમાં મિત્રોને કહ્યું કે મારા માતા-પિતાનું ધ્યાન રાખો. તેમણે મિત્રોને ચેતવણી આપી કે તેઓ પોતાનું ધ્યાન રાખે, તેઓ પણ કોઈ પણ સંજોગોમાં ફસાઈ શકે છે. આ પછી તેણે તેના સંબંધી મિત્રને કહ્યું કે તે જે છોકરીને પ્રેમ કરે છે તેના લગ્ન ન કરવા જોઈએ. આ પછી સુનિલે એક રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
મૃતકના કાકા ભાગચંદ પાટીદારે જણાવ્યું કે સુનીલે આત્મહત્યા કરતા પહેલા આ વીડિયો તેના મિત્રોને મોકલ્યો હતો. આત્મહત્યા બાદ પોલીસ દ્વારા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. મોબાઈલમાં તેના વિશે વધુ અનેક પુરાવાઓ હતા.છતાંય હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ કોઈપણ જાતની કાર્યવાહી હાથ નથી ધરી અને હાલમાં તો આ ઘટના બનવા ને લીધે પરિવારજનોમાં દુઃખની લાગણીઓ છવાઈ ગઈ છે.ભગવાન મૃતકના આત્માને શાંતિ આપે તેમજ ઘરના લોકોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.