ગુજરાતી અખબાર
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર અનેક નિદર્યતાની ઘટના બનતી હોય છે ,જેમાં અનેક લોકો એવું પગલું ભરતા હોય છે જેને સાંભળતા કે જોઈને પણ માનવતા ઉપર થી વિશ્વાસ ઉડી જાય. હાલમાં જ રાજકોટ શહેરમાં એક ઘટના બની જેમાં નિષ્ઠુર માતાની નિર્દયતા સામે આવી છે. મા ને તો ભગવાન થી વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે હાલમાં જ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્વાનના મોં માંથી નવજાત બાળક મળી આવ્યું છે.
કહેવાય છે ને રામ રાખે તેને કોણ ચાખે!જગતમાં દરેક ની રક્ષા અર્થે ઈશ્વર સ્વંય ન આવી શકે પણ તે કોઈ રૂપે જરૂર આવી શકે છે. ખરેખર ઘટના એવી ઘટી કે, દારૂના નશામાં મોડી રાત્રે જતા યુવકે આ નવજાત બાળકને શ્વાનના મોઢામાંથી છોડાવ્યૂ અને સવાર પડતા જ યુવકે બાળકને પોલીસને સોંપ્યું હતું. હાલમાં બાળકને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે.બાળકને શા માટે ફેંકી દેવામાં આવ્યું છે તે જાણવા પોલીસ તપાસ શરૂ કરી છે.
હાલમાં જ 10 દિવસમાં જન્મેલા બાળકો અંગે હોસ્પિટલમાંથી માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બાળકને ઝૂંપડપટ્ટી વિસ્તાર પાછળ નાંખી પરિવારજનો નીકળી ગયા હતા. સુધી દારૂના નશામાં રહેલા યુવકે પોતાની ઝૂંપડીમાં તેને સાચવી રાખ્યું હતું. તાલુકા પોલીસ દ્વારા અજાણી મહિલા અને તેના પરિવારજનોની શોધખોળ શરુ કરવામાં આવી છે.
આ ઘટના ને લીધે પ્લાસ્ટિકની કોથળીમાં લપેટેલા નવજાત શીશુને જોઇને સ્થાનિક રહીશો ભેગા થઇ ગયા હતા. આ અંગે ભકિતનગર પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ખરેખર અત્યારે લોકો દીકરો અને દીકરી જોઈતા હોય એટલે અનેક માનતા રાખે છે છતાંય કંઈ નથી થતું ત્યારેઆવી ઘટના થી આપણું હ્દય કંપી ઉઠ