ચાલૂ બાઇકમાંથી પડી ગયેલ બેગ લેવા ગયેલ મહિલાને કારએ અડફેટે લેતા જીવ ગુમાવ્યો.
હાલમાં જ્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યાં છે,ત્યારે હાલમાં જ એક પરિવારમાં દિવાળીનો તહેવાર દુઃખમાં છવાઈ ગયો છે,ત્યારે ખરેખર આ એક સૌથી મોટી દુઃખ ઘટના છે. ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાનું કારની અડફેટે મોત, પતિ-પત્ની મુંબઈ ફરવા જતાં હતાં અને આ ઘટના બની ગઈ, ક્યારે સપનામાં ન વિચાર્યું હોય એવી ઘટના ઘટી ગઈ. હાલમાં જ્યારે તહેવારોની સીઝનમાં અનેક અકસ્તમાતના બનાવ બનતા હોય છે. ત્યારૅ આ ઘટના એ પરિવારને શોકમગ્ન બનાવાઈ દીધા છે.
હાલમાં જ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું કે,પાંડેસરામાં ચાલુ બાઈકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાને કારે અડફેટે લેતાંજીવ ગુમાવેલ .દિવાળી ની રજા માણવા બહર ફરવા જતા અને અને આ કાળ બન્યો.વાત જાને એમ છે કે, વિમલ પત્ની સોનલ સાથે મુંબઈ ફરવા જઇ રહ્યો હતો. 5 વર્ષના પ્રેમલગ્ન જીવનનો અંત આવી રીતે આવી ગયો. આજે વહેલી સવારે બનેલી આ દુઃખદ ઘટના બાદ પરિવારમાં આભ ફાટી પડ્યું છે.હાલમાં પોલીસે તમામ તપાસ કરી રહી છે.
પરિવાર દ્વારા મુજબ જાણવા મળ્યું કે મેડિકલ સ્ટોરમાં મેડિસિન ડિલિવરીનું કામ કરે છે સોનલ સાથે પ્રેમલગ્ન કરીને 5 વર્ષ જ થયાં હતાં. કોઈ બાળક ન હતું. અમને આજે સવારે ફોન આવ્યો કે ભાઈ-ભાભીનો પાંડેસરામાં અકસ્માત થયો છે. ઝડપથી સિવિલ પહોંચી જાઓ, અહીં આવ્યા તો ભાભીનો મૃતદેહ જોવા મળ્યો હતો, આજે મુંબઈ જઈ રહ્યા હતા. બાઇક રેલવે સ્ટેશન પર મૂકી ફલાઇંગ રાણી ટ્રેનનું રિઝર્વેશન હતું. ઘરેથી નીકળ્યાને કૂદીગામ નજીક બાઇક પરથી કપડાંની બેગ પડી ગઈ હતી, એટલે એને લેવા સોનલ ગઈ હતી. બસ, પલક ઝબકતાં જ કોઈ ફોર-વ્હીલ કારનો ચાલક સોનલને અડફેટે લઈ હવામાં ફંગોળી નાસી ગયો હતો.
નજરે જોયેલી ઘટના પછી પણ વિશ્વાસ થતો નહોતો. સોનલ રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી.દોડીને તત્કાલિક તેને સારવાર માટે સિવિલ લઈ આવતાં મૃત જાહેર કરાઈ હતી. આ સાંભળી જાણે હૃદય બંધ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે.સોનલને હાથ પર નાના-નાના દાણા નીકળ્યા હતાં. બીજી બાજુ, વેકેશન હતું. એટલે મુંબઈ ફરવાની સાથે પરિચિત ડૉક્ટરને બતાવવાનું આયોજન કરી પ્રવાસે નીકળ્યા હતા.ખરેખર આ ઘટના લીધે પરિવારજનોની દિવાળી અંધકારમય બની ગઈ! ખરેખર ભગવાન મૃતકની આત્માને શાંતિ આપે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.