India

પત્ની અને બાળકો ની હત્યા કરી નાખી અને બાદ મા પોતે પણ આત્મહત્યા કરી ! સ્યુસાઈડ નોટ મા જાણાવી આ વાત

આપણે જાણીએ છે કે, હાલમાં અનેક બનાવ આત્મહત્યા નાં બને છે. ખરેખર માણસ ક્રોધમાં આવીને એવું પગલું ભરી દે છે કે તમે પણ ચોંકી જશો. એ યુવકે પોતાની પત્ની અને બાળકો ની હત્યા કરી નાખી અને બાદ મા પોતે પણ આત્મહત્યા કરી ! સ્યુસાઈડ નોટ મા જાણાવી એવી વાત કે , તમને જાણીને આશ્ચર્ય થશે કે આવું પણ કોઈ નિર્દય કંઈ રીતે હોય શકે છે.ખરેખર આ ઘટના કોઈ સામાન્ય ન હતી પરંતુ ખુબ જ ચોંકાવી દે એવી છે.

આપણે જાણીએ છે કે, આજકાલ આવા ઘણા અહેવાલો મળી રહ્યા છે, હવે વ્યક્તિ પોતે તો આત્મહત્યા કરે છે, પરંતુ પરિવારના અન્ય સભ્યોનું જીવન પૂરું કરી નાખે છે.હાલમાં જ છત્તીસગઢની રાજધાની રાયપુરના નયા રાયપુરની આ ઘટનાન સૌ કોઈને ચોંકાવી દિધા છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, પંચાયત વિભાગમાં તૈનાત પટાવાળા ઝંકાર ભાસ્કરે સેક્ટર 27માં બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. દુઃખદ વાત એ છે કે આત્મહત્યા કરતા પહેલા તેણે તેના બે બાળકો અને પત્નીને પણ હથોડી વડે મોતની ઘાટ ઉતાર્યા. આવો જાણીએ આ હૃદયદ્રાવક ઘટનાને વિગતવાર.

વાત જાણે એમ છે કે, ઝંકાર ભાસ્કર નામનો વ્યક્તિ પંચાયત વિભાગમાં પટાવાળાની પોસ્ટ પર હતો. તેઓ 7 વર્ષની પુત્રી, 3 વર્ષના પુત્ર અને પત્ની સુક્રિતા ભાસ્કર સાથે સેક્ટર 27માં રહેતા હતા. મોડી રાત્રે 2:30 થી 3 વાગ્યાની વચ્ચે ભાસ્કરના પડોશીઓએ કંઈક પડવાનો અવાજ સાંભળ્યો.એ બીજું કોઈ નહીં આ યુવક જ હતો અને આ કારણે લોકો એ તેની હાલત જોઈને પોલીસને જાણ કરવામાં આવી હતી

જ્યારે પોલીસ સ્થળ પર આવી તો તેણે જોયું કે ભાસ્કરના બંને બાળકો અને પત્ની પણ લોહીના ખાબોચિયામાં પડેલા હતા. એક હથોડી પણ હતી જેનાથી ભાસ્કરે તેને માર્યો હતો. બંને બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે પત્નીના કેટલાક શ્વાસોશ્વાસ ચાલી રહ્યા હતા. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી.રાઠી પોલીસ સ્ટેશનને ભાસ્કરના રૂમમાંથી ચાર પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં તેણે લગભગ એક મહિના પહેલા રેલ્વે સ્ટેશનમાંથી સંતોષ કંવરના મૃતદેહનો ઉલ્લેખ કર્યો હતો. સંતોષ કંવરના મૃત્યુનો ઉલ્લેખ કરતાં ઝંકાર ભાસ્કરે લખ્યું-

મારા ભાઈએ તેની પત્નીની હત્યા કરી. હવે આમાં મારો શું વાંક? શા માટે મને આ માટે વારંવાર ટોણા મારવામાં આવે છે? દર વખતે લોહીલુહાણ પરિવારના ટોણા સાંભળવા મળે છે. આજે પણ એવું જ થયું. હું મારા બાળકોને મારવા માંગતો ન હતો. જોકે, માતા-પિતા વિના બાળકોનું જીવન કેવું હશે, આ વિચારે તેઓને મારી નાખ્યા. આ કામ માટે મને માફ કરો.

હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ત્યારે આ ઘટના બાદ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. દરેક વ્યક્તિ વિચારી રહ્યા છે કે જો ભાસ્કરે પોતાનો જીવ આપવો હોત તો આપી દીધો હોત, પરંતુ તેણે પોતાના માસૂમ બાળકોની જિંદગી કેમ ખતમ કરી નાખી. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક અને પીડાદાયક છે. એક બાપનો જીવ કેમ ચાલ્યો હશે તેમના બાળકો પર હથોડી થી વાર કરવાનો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!