રાજકોટનાં ઉદ્યોગપતિના દીકરના લગ્ન થશે, શાહી જોધપુર મહેલમાં જ્યાં એક રાતનું ભાડું 7.5 લાખ અને 18 હજારની ભોજન થાળી પીરસાશે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ લગ્નની મોસમ ફરી શરૂઆત થઈ જશે, ત્યારે હાલમાં એક સૌથી વૈભવશાળી અને શાહી લગ્નની ચર્ચા થઈ રહી છે. આ લગ્ન ખૂબ જ ખાસ છે કારણ કે, આ લગ્ન એક એવા પેલેસમાં થવા જઇ રહ્યા છે કે, આવા લગ્ન તો અંબાણી પોતાની દીકરી કે દીકરાનાં નહિ કર્યા હોય. ચાલો અમે આપને આ લગ્ન વિશે સંપૂર્ણ માહિતી આપીએ કે, આખરે આ લગનમાં શું ખાસિયત છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના પુત્ર જય ઉકાણીના લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ છે અને એનું આયોજન જોધપુરની જાણીતી હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે થવાનું છે. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે અને એની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટલ્સમાં થાય છે, જેમાં થાળીની કિંમત રૂ.18 હજાર છે તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ.7,50,000 છે. આ પેલેસમાં પ્રિયંકા ચોપરા-જોનસ અને નિક જોનસના લગ્ન થયા હતા.
રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે. લગ્નમાં કન્યા-વર પક્ષના 150-150 લોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે
રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો તારીખ 14, 15, 16 નવેમ્બર માટે આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ આખા બુક કરવામાં આવ્યા છે. રાજકોટથી ત્રણ ચાર્ટર ફ્લાઈટ સીધી જોધપુર જશે અને ત્રણેય દિવસ વિવિધ કાર્યક્રમ યોજાશે. મુખ્ય લગ્ન સમારંભ અહીંના જાણીતા કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે. આ લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે થઈ રહ્યા છે, આથી આ લગ્ન માટે રાજકોટથી સીધી જોધપુર માટે ત્રણ ચાર્ટર ફ્લાઈટ જશે. આવભોજનમાં 18 હજાર રૂપિયા ડિશ પીરસવામાં આવશે.
આ પેલેસ 75 વર્ષ જૂનો છે. મહારાજા ઉમેદસિંહે 1929માં આ પેલેસ બનાવવાની શરૂઆત કરી હતી. 14 વર્ષ બાદ આ એ તૈયાર થયો હતો. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદસિંહ પરથી રખાયું છે. આ પેલેસમાં 347 ઓરડા છે અને એ જોધપુરના રાજ પરિવારનું શાહી નિવાસ છે. ઉમેદભવન પેલેસનું વૈભવી સંકુલ 26 એકરની જમીનમાં પથરાયેલું છે.અહીંયા લગ્નમાં આમંત્રણ મળવું એ મોટી વાત છે.ખરેખર પૈસા હોય તો આ દુનિયામાં કંઈ પણ શક્ય છે.