દુબઈ ના શેખનું ત્રણ માળનું વહાણ કરોડોના ખર્ચે ગુજરાતના આ ગામમાં તૈયાર કરાયું.
આપણું ગુજરાત ઉદ્યોગ અને ધંધા વ્યવસાય માટે ખુબજ જાણીતું છે, ઘણા અલગ અલગ ધંધા નાં કારણે ગુજરાત નું નામ પ્રચલિત થયેલ છે, તેવુજ ગુજરાતના કચ્છમાં આવેલું માંડવી દરિયાઈ વહાણ બનાવવા માટે ખુબજ જાણીતું છે. અને વર્ષોથી વહાણ બનાવાનો વ્યવસાય માંડવીમાં પરંપરાગત રીતે ચાલી રહ્યો છે.
ત્યારે વાત કરીએ તો છેલ્લા ત્રણેક વર્ષથી દુબઈ ના એક શેખ નું વહાણ માંડવીમાં બની રહ્યું છે, આ વહાણ ૨૫ કારીગર સાથે મળીને ત્રણ વર્ષથી તૈયાર કરી રહ્યા છે, અને તે વહાણ પૂરું થવાના સમયમાં છે. અને હાલ દિવાળી બાદ આ વહાણ દુબઈ ના શેખ પરિવાર ને સોંપવામાં આવશે.
મળતી માહિતી અનુસાર આ વાહણ ની વિશેષતા એ છે કે આ વહાણ ત્રણ માળનું બનાવામાં આવેલું છે. અને તે સલાયા નજીક રુકમાવતી નદીના પટ્ટામાં તૈયાર કરવામાં આવ્યું છે, અને આ વહાણ આશરે ૭ કરોડ ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
ગુજરાતના કચ્છનું માંડવી એક મોટું વ્યવસાયિક બંદર હતું, અને પહેલા ના સમયમાં માંડવીના વહાણવટા ઉદ્યોગ કાયમી ઉદ્યોગ હતો. અને આજે પણ વિદેશમાં રહેતા લોકો વહાણ બનાવાનો ઓર્ડર માંડવીના જ કારીગરો ને આપવાનું પસંદ કરે છે, તેના કારણે આજે પણ માંડવી વહાણવટા ઉદ્યોગ વિકસિત છે.