17 વર્ષની દેશની રક્ષા કરનાર જવાન નિવૃત થઈને આવ્યો ગામ લોકોએ કર્યું આવી રીતે સ્વાગત…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેશની રક્ષા કાજે અનેક વિરો પરિવારને છોડીને દેશની રક્ષા માટે શરહદ પર તૈનાત થઈ જાય છે, ત્યારે ખરેખર આ તેમના જીવનની સૌથી કઠિન ઘડી હોય છે અને પોતાનું જીવન જે દેશની રક્ષા અર્થે સમર્પિત કરે છે ત્યાર પછી તેનું જીવન તેનું રહેતું જ નથી તે દેશની મા નું બની જાય છે. આપણે જાણીએ છે કે જવાન જ્યારે પાછો આવે છે પોતાની ફરજ પુરી કરીને ત્યારે તેનું ખૂબ જ હર્ષ અને ઉલલ્લાસ થી સ્વાગત કરવામાં આવે છે.
જો વીર જવાન શહીદ થઈને આવતો હોય તો પણ તેને માન સન્માન સાથે જ વધાવવામાં આવે છે. હાલમાં જ એક એવી ઘટના બની જેમાં 17 વર્ષ પછી વતન પરત ફરેલ જવાનનું સ્વાગત કરવામાં આવ્યું. ખરેખર આ કોઈ સામાન્ય ઘટના તો ન જ કહેવાય પરંતુ આ ગર્વ લેવા જેવી વાત છે કે જવાનો પોતાના પ્રાણની પરવહા કર્યા વગર દેશના જવાની રક્ષા કરે છે. ખરેખર આ જવાના ગામની ઘટના વિસે જાણીએ કે એનું સ્વાગત કંઈ રિતે કરવામાં આવ્યું.
17 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા તાપી જિલ્લાના વ્યારાના કાનપુર વિસ્તારમાં કિશોરભાઈ પ્રજાપતિ વ્યારા પહોંચતા ગ્રામજનોએ દેશભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. નિવૃત્ત આ જવાન માદરે વતન વ્યારા આવી પહોંચતા સ્વાગત કરેલું. ખરેખર આ પળ ખૂબ જ ગૌરવપૂર્ણ કહેવાય.વ્યારા નગરમાં રહેતા અને આર્મીમાં ફરજ બજવતા આર્મી જવાન કિશોરભાઈ પ્રજાપતિએ 17 વર્ષ ફરજ બજાવી સેવા માં નિવૃત થયા હતા.
નિવૃત્તિ પછી નું જીવન પરિવાર સાથે વિતાવવા વ્યારા આવ્યા હતા. ગ્રામજનો અને આગેવાનોએ ફૂલહાર કરીને અને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. તેમની દેશ સેવાઓને બિરદાવી હતી, અને શુભકામનાઓ પાઠવી હતી.નિવૃત્ત આર્મી જવાન કિશોર પ્રજાપતિ સ્વાગત સમારોહ પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું આ જરૂરી તમામ માર્ગદર્શન આપીશ અને સેવામાં જોડાવા આહવાન કરું છુ. ખરેખર દેશની સેવા બાદ પણ તેઓ સેવા કાર્યમાં જોડાયેલ રહે છે