વાલીઓ માટે ચેતવણીરુપ કીસ્સો! 10 રુપીયા ના પોપ અપ ના કારણે માસુમ બાળક નો જીવ વયો ગયો
હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે! ત્યારે એક પરિવાર દુઃખમાં મુકાઈ ગયું છે. ખરેખર બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજનાં સમયમાં બાળકો સાથે અનેક ઘટના ઘટતી હોય છે. ક્યારેક સિક્કો તો ક્યારેક કોઈ વસ્તુઓ ગળી જતી હોય છે. ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની છે, જેના લીધે એક પરિવારે પોતાનો દીકરો તો ગુમાવ્યો પણ આ દિવાળી તેમના જીવનની સૌથી દુઃખ ઘટના બની ગઈ જેની ખોટ ક્યારેય નહીં કોઈ પુરી શકે.
દિવાળી એટલે ફટાકડા અને બાળકો તો સૌથી ઘેલા થઈ જાય છે અને આપણે જાણીએ છે કે, અનેક વખત દિવાળીમાં દાઝવાને લીધે જીવ ગુમવતા હોય છે. ત્યારે હાલમાં જ એક અજીબ કિસ્સો બન્યો છે જે દરેક માતા પિતા માટે ચેતવણીરૂપ બન્યો છે.. સુરતના ડિંડોલીમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડા લઈ આવેલાં. બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે એવા પોપ-પોપ સુથારી કામ કરતા મૂળ બિહારના વતની એવા પિતા દુકાનથી લાવ્યા બાદ ઘરે મૂક્યા હતા.
ફટાકડા ફોડવાની જગ્યાએ બાળક ગળી ગયું હોય એમ બીમાર પડ્યું અને દવા લીધા બાદ પણ સારું ન થયું, પરંતુ ઝાડા-ઊલટીમાં પોપ-પોપ ફટાકડા નીકળ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયું હતું, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. જ તબીબોએ તમામ વાલીઓએ દિવાળીના ફટાકડા ફોડતી વખતે જાગ્રત રહેવા અપીલ કરી હતી.
રાની પોપ-પોપવાળી ઊલટી જોઈ ડૉક્ટરને ફોન કર્યો હતો. સ્થાનિક ડોક્ટરના ક્લિનિકમાં બોટલ ચઢાવ્યા બાદ ડોક્ટરોએ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ જ્વાનું કહેતાં અમે અહીં આવ્યા હતા, જ્યાં માસૂમ શૌર્યને મૃત જાહેર કરાયો હતો. ખબર નથી પડતી મૃત્યુનું શું કારણ હશે.સાહેબ પોસ્ટમોર્ટમ નથી કરાવવું, ફટાકડા ખાઈ જતાં કોઈએ જોયું નથી, પણ ઊલટી થયા બાદ ફટાકડા ( માતાએ જોયા છે.
બીજું કે BHMS ડોક્ટરે બોટલ ચઢાવ્યા બાદ દીકરાની તબિયત બગડી હતી. એટલે સિવિલ લઈ આવ્યા હતાં, જ્યાં શૌર્યને મૃત જાહેર કરાયો છે. ખબર એ નથી પડતી કે મૃત્યુનું કારણ શું છે. પોસ્ટમોર્ટમ ન થાય એ માટે પોલીસને પણ વિનંતી કરી છે. આ ઘટના પરથી એ વાત દરેક વાલીઓ ધ્યાન રાખવી કે બાળક ફટાકડા ફોડે ત્યારે ખાસ ધ્યાન રાખવું અને નાના બાળકો ને ક્યારેય ફટાકડા આપવા નહીં. એક પલની મજા જીવનને જોખમ નાખી શકે છે