અમદાવાદ :દિવાળી માતમ મા ફેરવાઈ ! બે મહીલા અને એક પુરુષનુ કરુણ મોત નિપજ્યું
રાજયમા રોજ અકસ્માતો ના બનાવો બને છે અને ખાસ કરીને તહેવારો ના સમય મા અકસ્માત ના બનાવોમા વધારો થયો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એક મોટો અકસ્માન નો બનાવ બન્યો છે જેમા બે મહિલા અને એક પુરુષે જીવ ગુમાવ્યો છે. આ ઘટના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે દૂધના ડેન્કર પાછળ પૂરપાટ જતી કાર ઘુસી જતા આ અક્સમાત સર્જાયો હતો.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ-વડૉદરા એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે એક ગંભીર અક્સમાત સર્જાયો હતો જેમા એક કાર ચાલક એક દુધ ના ટેન્કર પાછળ ઘુસી ગયો હતો ઘટના મા જાણવા મળ્યુ હતુ કે દુધ નુ ટેન્કર રોડ પર ઊભું હતુ. અને ફુલ સ્પીડ મા કાર અમદાવાદ તરફ જતી ટેન્કર ના પાછળ ના ભાગ મા ઘુસી ગઈ હતી જેમાં બે મહિલા ઓ અને એક પુરૂષો નુ કરુણ મોત નિપજ્યું હતુ.
અકસ્માત મા ઈજા પામેલા અન્ય બે વ્યક્તિ ઓ ને અમદાવાદ ની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. મૃતકનો પરિવાર અમદાવાદના ઘોડાસર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ અકસ્માત ની ઘટના અંગે અન્ય વિગતો સામે આવી નથી. જયારે મૃતકો સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે.
