25 વર્ષ બાદ પાટડીના એક પરિવારમાં પુત્રીજન્મ થતાં ધામધૂમપૂર્વક સ્વાગત કરાયું અને
સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ઘરે દિકરા નો જન્મ થતા મોટી મોટી ઊજવણી કરવા મા આવતી હોય છે જ્યારે ઘણી વખત દિકરી નો જન્મ ના થાઈ તે માતાના પેટ મા જ ભૃણ હત્યા કરવામા આવતી હોય છે એ આજ ના સમાજ ની ખરી વાસ્તવિકતા છે પરંતુ દરેક લોકો આવા નથી હોતા ઘણા લોકો એવા પણ હોય છે જે દિકરી દિકરા ને સમાન માનતા હોય છે ત્યારે આજે એવા જ એક કિસ્સા ની વાત કરી શુ.
આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ પાટડી ના દેસાઈ પરીવાર ની છે. પાટડી ના દેસાઈ પરીવાર ના ઘરે ધન તેરસ ના દિવસે સાક્ષસાત લક્ષ્મીરૂપી દિકરી નો જન્મ થતા પરીવાર મા ખુશી નો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારે એક તહેવાર ની જેમ આ પ્રસંગ ઉજવ્યો હતો અને ગામ ના લોકો પણ જોડાયા હતા. જયારે દિકરી ને ઘેર લાવવા મા આવ્યા ત્યારે ગાડી ને શણગાર અને ઢોલ સાથે સામૈયુ કરવા મા આવ્યુ હતુ અને 200 મહોલાઓ પણ જોડાઈ હતી.
પાટડી ખાતે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા વિજયભાઈ દેસાઈ તથા મીનાબેન દેસાઈના પુત્ર પુરવ અને પુત્રવધુ નેહલના ઘરે દિકરી નો જન્મ થયો હતો જેનુ નામ કાયરા રાખવામાં આવ્યુ હતુ. અને આ સામૈયા ના સ્વાગત મા મોટા ભાગના વડીલો અને આગેવાનો જોડાયા હતા.
આ પ્રસંગ એટલા માટે વધુ ખાસ હતો કારણ કે દેસાઇ પરોવાર મા 25 વર્ષ બાદ સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરીનું અવતરણ થયુ હતુ. આ માટે તેવો એ ધનતેરસના દિવસે પાટડીથી 3 કિ.મી. દૂર આવેલા પ્રસિદ્ધ હળમતિયા હનુમાન મંદિરથી શણગારેલી ગાડીમાં ઢોલ નગારા, અબીલ-ગુલાલની છોળો અને પંડીત સિધ્ધાર્થ શુક્લ દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે સામૈયું કરી કંકુ પગલા અને આશિર્વચન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.