Gujarat

૫૦ વર્ષની ઉંમરે ઉર્મીનબેન રબારીએ એવું કાર્ય કર્યું કે લાખો મહિલાઓને પ્રેરણા મળશે ! જાણો તેમના..

આ દુનિયામાં શીખવાની કોઈ ઉંમર હોતી નથી, માણસ ગમે એ સમયે ગમે એ ઉંમરે ગમે તે શિક્ષણ કે જ્ઞાન લઇ શકે છે. આ વાત સુરત શહેરના ઉર્મીનબેન રબારીએ સાબિત કરી બતાવી છે. ઉર્મીનબેન કે જે પોતે ગૃહિણી છે, તે તેમના પરિવાર ને અને પોતાના બે જુવાન દીકરા ને સાચવતા હતા, તેમને અભ્યાસ નો ખુબજ શોખ હતો, પરંતુ તે તેમના લગ્ન પહેલા ફક્ત ગ્રેજ્યુએશન કરી શક્યા હતા, અને લગ્નબાદ તે પોતાના સંસારિક જીવન માં આગળ વધ્યા હતા,  પરંતુ તો પણ તેમણે તેમની શીખવા ની જીજ્ઞાશા છોડી નહોતી,

ઉર્મીનબેન આખો દિવસ પોતાના ઘરનું કામ કરતા હતા, એટલે દિવસે તેમને અભ્યાસ કરવાનો સમય મળતો ન હતો, તે માટે તેઓ રાતે અભ્યાસ કરતા હતા, અને તેમણે તેમની આ મહેનત થી ૫૦ વર્ષની ઉંમરે ગુજરાતી વિષયમાં એમ.એ ની ડીગ્રી મેળવી છે. અને આ ડીગ્રી મેળવ્યા પહેલા તેમણે તેમના બંને દીકરાઓ ને ડોક્ટર બનાવ્યા અને ત્યારબાદ તેઓએ પોતે માસ્તર ડીગ્રી હાસલ કરી હતી, અને પોતાના સમાજ માં પોતાનું અને સમાજ નું નામ ઉચું લાવ્યા હતા.

ઉર્મીનબેન ના વિચારો ની વાત કરીએ તો મહિલાઓ ભણશે તો તે બાળકોને ભણાવી શકશે. હાલમાં ઉર્મીનબેન સમાજની દીકરીઓને વિવિધ રીતે ભણવામાં મદદ કરે છે. જેમકે સમાજમાં ઘણી દીકરીઓ ની આર્થિક પરિસ્થતિ સારી ન હોવાના કારણે ઉર્મીનબેન તેની ફી પણ ભરી આપે છે. અને સમાજ ની દીકરીઓ માટે પોતે યુનિવર્સીટી માં જઈને એડમીશન ની તપાસ કરે છે, અને જે દીકરીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરતી નથી, તેમને તેમના ઘરે જઈને સમજાવે છે. અને તે એમ સંદેશ આપે છે કે લગ્ન થઇ ગયા બાદ શું કામ તમે તમારા સપના બાજુ પર મૂકી દો છો, સપના પુરા કરવાની કોઈ ઉંમર હોતી નથી. અને દીકરીને કરિયાવર અને દહેજમાં એજ્યુકેશન આપો.

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું પણ કહેવું છે  કે દીકરી બચાવો, દીકરી પઢાવો, બસ આ જ સંકલ્પ આપણો હોવો જોઈએ, હાલ આપણા દેશની દીકરીઓ દીકરા સમાન જ છે, બસ ચાલો સંકલ્પ કરીએ કે આપણા સમાજ ની દીકરીઓ ઘર બહાર આવી એજ્યુકેશન અને પોસ્ટ સાથેના બોર્ડ લગાડે અને મોદીજી ના સપના ની જેમ મારું સપનું પણ પૂરું થાય, અને આપણો દેશ આગળ વધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!