ભીખ માંગનાર મહિલાઓને કોંગ્રેસ નેતાએ ભાઈબીજ ના દિવસે ફાઈવ સ્ટાર હોટેલ માં ભોજન કરાવ્યું.
આપણે સૌ જાણીએ છીએ, કે આપણે તમામ લોકો દરેક જાતના તહેવારો ની ઉજવણી હર્ષો-ઉલ્લાસ થી ઉજવીએ છીએ, અને ખુબજ આનંદ કરીએ છીએ, પરંતુ જે લોકો સાવ ગરીબ છે, ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે, તે આવી મોંઘવારી માં કઈ રીતે તહેવારો નો આનંદ લઇ શકે, તેવા લોકોને તો સારું ભોજન પણ નસીબ થતું ન હોઈ, પરંતુ હાલ દિવાળી માં ભાઈબીજ ના દિવસે ભીખ માંગનાર મહિલાઓ નો દિવસ યાદગાર બની ગયો.
તેવીજ વાત કરીએ તો ભોપાલ માં આવેલ વિવિધ મંદિરો ના ઉંબરે ઘણી વૃદ્ધ મહિલાઓ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ આ વખતે મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ મનોજ શુક્લા એ આ મહિલાઓને તા.૬ નવેમ્બર ભાઈબીજ ના દિવસે આ તમામ બહેનો અને માતાઓ ને સારામાં સારી હોટેલ ફાઈવસ્ટાર હોટેલ નામે જહાનુંમાં પેલેસમાં બપોર નું ભોજન લેવડાવ્યું હતું. અને તમામ ગરીબ બહેનો અને માતાને ખુબજ રાજી કર્યાં હતા.
વધુમાં જણાવીએ તો આ વૃદ્ધ માતાઓ અને બહેનો વર્ષોથી નારેલા વિધાનસભા મતવિસ્તારમાં ભીખ માંગી રહ્યા છે. મનોજ શુક્લાજી એ તમામ વૃદ્ધો અને બહેનો સાથે ભોજન લઈને તેમની વેદના ની ચર્ચા કરી હતી, તેમાં તેમણે જાણવા મળેલ કે દિવસે ને દિવસે વધતી મોંઘવારી નાં કારણે આ ગરીબ મહિલાઓ ના બાળકો ભીખ માંગીને પોતાની ભૂખ સંતોષે છે. અને તેમણે કોઈ સરકારી યોજનાનો લાભ મળતો નથી, તેથી તેમની પાસે ભીખ માંગવા સિવાય બીજો અન્ય કોઈ વિકલ્પ નથી.
મનોજ શુક્લાજી એ વધુમાં જણાવ્યું હતું કે, ત્યાના સ્થાનિક ધારાસભ્યો અને રાજ્ય સરકાર ના મંત્રીઓ આ ગરીબ બહેનો અને માતાઓ પાસે દર વર્ષે રાખડી બંધાવે છે. પરંતુ તે આ લોકોની લાગણી ને સમજી શકતા નથી, આ ગરીબ લોકો પાસેથી પણ તેઓ ઘણીવાર પસાર થતા હોઈ છે. તે ફક્ત લાગણી નો ઢોંગ જ કરતા હોઈ છે, શુક્લાજીએ જણાવ્યું કે આ બહેનો અને માતા સાથે ભોજન લેવાની તક મળી એ મારે માટે સૌભાગ્ય છે.
