માસુમ બાળક નુ મોત થયુ
દિવાળી ના તહેવાર ની વાત કરીએ તો ફટાકડા ફોડવા અને ખાસ તો આ તહેવાર નાના બાળકો ને ખુબજ પ્રિય હોઈ છે, કેમકે નાના બાળકો ને ફટાકડા ફોડવા ખુબજ ગમતા હોઈ છે, પરંતુ આ ફટાકડા ફોડવા માં કાળજી ન રાખો તો આ ફટાકડા કોઈકવાર જીવલેણ પણ સાબિત થાય છે.
તેવીજ વાત કરીએ તો રાજસ્થાન ના ઝુન્ઝુનું બુહાના ના બડબર ગામમાં એક ખુબજ દર્દનાક ઘટના બની હતી. ઘટનાની વાત કરીએ તો તે ગામનો એક બાળક નામે લક્ષ્ય યાદવ (ઉ.વ.-૧૧) બપોરના સમયમાં ત્યાના બાળકો સાથે ફટાકડા ફોડતો હતો, એ દરમિયાન બાળકો રમત રમત માં તેમના ફટાકડા ને એક સ્ટીલ ના ગ્લાસ માં મુક્યો, અને તે ફટાકડા ને સળગાવ્યો. ત્યારબાદ ફટાકડો ફૂટતા તે સ્ટીલ નો ગ્લાસ તૂટતા તેનો એક ટુકડો લક્ષ્ય યાદવ ના હદય પાસે ખૂંચી ગયો, અને તેને ખુબજ લોહી નીકળવા લાગ્યું. અને તે તડપવા લાગ્યો.
ઘટનાની જાણ થતા જ તે બાળક લક્ષ્ય યાદવ ના પરિવાર જનો ઘટના સ્થળે પહોંચી ગયા, અને આ ઘાયલ બાળક ને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઇ ગયા પરંતુ, હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં જ આ બાળકનું મૃત્યુ થઇ ગયું. ત્યારબાદ ડોક્ટર પાસેથી મલ્ટી માહિતી અનુસાર સ્ટીલ નો ટુકડો તેના હદય પાસે ખુંચતા આ બાળકનું મોત થયેલ હતું. આ નાના બાળક નું મૃત્યુ થતા તેના ગ્રામજનો માં માતમ નું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
આવીજ બીજી અન્ય ઘટના થોડા દિવસ પહેલા સુરત માં થયેલી હતી, ત્યાં ૫-૬ બાળકો ગટર ના મેનહોલ પાસે બેઠા બેઠા ફટાકડા ફોડતા હતા અને અચાનક ત્યાં ગટર ના મેનહોલ માં મોટી આગ લાગી હતી. ત્યારબાદ ઘટનાની માહિતી મળતા જાણવા મળેલ કે ત્યાં એ ગટરના મેનહોલ માં ગેસ લાઈન લીકેજ થઇ હતી તેના કારણે આગ લાગી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે ત્યાના બાળકો બહુ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા ન હતા.
