Gujarat

કાર કૂવામાં ખાબતા એક જ પરિવારના ચા સભ્યોનું દુઃખ નિધન! ફરવા જતાં હતાને..

એક તરફ તહેવારો પૂર્ણ થયા છે, ત્યારે આ તહેવારો દરમિયાન તેમજ તહેવાર બાદ પણ અનેક એવા અકસ્તમાત બન્યા છે, જેના પગલે અનેક પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે. હાલમાં જ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક ગઈકાલે રવિવારની રાત્રે દિવાળીની રજાઓમાં ફરવા નીકળેલા એક પરિવારની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,  કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર કૂવામાં ખાબકી હતી.

એક જ પરિવારની બે મહિલા અને બે બાળકો સહિત ચાર સભ્યોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. એક જ પરિવારના ચાર સભ્યોનાં મોતથી પરિવારમાં કલ્પાંત મચ્યો છે. આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી હતી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવાનભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા બાજુ ફરવા માટે પોતાના ઘરેથી ઇકો કારમાં નીકળ્યા હતા. એ પછી ગઈકાલે રવિવારે તેઓ વાંકાનેર થઇ મકનસર ગામે સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. મોત તેમના દ્વારે આવ્યું અને મુત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર-ચાર સભ્યોનાં મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ બાદ ઈકો કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેથી રતિભાઈ પ્રજાપતિએ ગફલતભરી રીતે ગાડી ચલાવી આ અકસ્માત સર્જનાર ઈકો કારના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.મૃતકની આત્માને શાંતિ મળે તેમજ પરિવારજનીને દુઃખ સહન કરવાની શક્તિનલર એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!