ગુજરાતનાં આ શહેરમાં 11 નવેમ્બરમાં સુધીમાં થશે કમોસમી વરસાદ! ખેડૂતો માટે ખાસ સૂચનો જાહેર…
હાલમાં જ ચોમાસએ વિદાય લીધી છે, ત્યારે થોડા દિવસો પહેલા જ ઉત્તર રાજ્યોમાં વરસાદની આગાહી થયેલ.ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે.કમોસમી વરસાદ પડવાની પ દિવસની આગાહી હતી પરંતુ ત્રણ દિવસમાં વરસાદ પડયો નથી તેથી લોકોને રાહત છે.ખરેખર એક તરફ શિયાળાની શરૂઆત થઈ ગયેલ છે. ત્યારે આવા વાતાવરણમાં વરસાદ થવો.
આશ્ચયનવાતછે.આઈ.એમ.ડી.અમદાવાદના બુલેટીનથી મળેલ સુચના મુજબ ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં તા. ૬ થી ૧૦ નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ વરસાદને કારણે ખાસ કરીને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે આ કમોસમી વરસાદને લીધે ખેતી પાક સહિતને નુકશાન થવાની ભીતિ છે તેથી સરકારી તંત્ર દ્વારા કેટલીક સુચના આપવામાં આવેલ છે.
આ કમોસમી વરસાદ થી કોઈપણ જાતની તકલીફ ન પડે ખેડૂતોને આ કારણે પરિવહન દરમિયાન પણ વરસાદને કારણે નુકશાન ના થાયે તે માટે આગામી દિવસોમાં જે ખેડૂતો પોતાના વાહનમાં વેચાણ માટે પાક લઈ આવે તેને બંધ બોડીના વાહનોમાં અથવા તો તાડ પત્રી ઢાંકીને જ લાવે તેવી ખેડૂતોને સત્વરે સુચના આપવામાં આવેલ છે.
વેચાણના સ્થળે રાખેલો જથ્થો પણ ના પલળે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું સૂચન આપેલ છે. આગાહી મુજબ ભાવનગર વિસ્તારોમાં આકાશમાં વાદળો પણ જોવા મળ્યા હતા તેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હાલ ખેડૂતોને પાક તૈયાર થયો છે ત્યાં કમોસમી વરસાદની શકયતા હોય ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આપણે સૌ કોઈ હાલમાં જ આ વર્ષના ચોમાસામાં જે રીતે વરસાદ વરસ્યો છે એનાથી ઘણું બધું નુકસાન વેઠવું પડ્યું છે.