મહારાણા પ્રતાપના રાજ વંશજો આજે જીવે છે, આવું જીવન, કરોડોની ગાડીઓને વૈભવશાળી હવેલીઓ…
આજે આપણે વાત કરીશુ મેવાડના મહારાણા પ્રતાપના રાજવંશ વિશે. મહારાણા પ્રતાપ ઉદેપુર મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા.તેમનો જન્મ રાજસ્થાન ના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જીવંતબાઈના ઘરમાં થયો હતો કેટલાક ઇતિહાસકારો નું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ હાલના રાજસમંદ જિલ્લામાં થયો હતો.
મેવાડના પૂર્વ રાજપરિવારના સભ્ય વિશ્વરાજસિંહ મેવાડ રાજવંશના 76માં શાસક અને ઉદયપુરના 34માં મહારાણા મહેન્દ્રસિંહ મેવાડ જે એક પોલિટિશિયન પણ છે તેમના પુત્ર પણ છે.વિશ્વરાજસિંહની એક બહેન કનલેખાની ત્રિવિક્રમા કુમારી જમાવાલ છે.મેવાડના પ્રશમ શાસક ગુહદત્તા અને અંતિમ શાસક ભૂપાલસિંહ બહાદુર 1930 થી 1948 હતા. આ રાજવંશની સંપત્તિ અંદાજે 450 કરોડ આંકવામાં આવે છે.
ઉદયપુરના દિવંગત મહારાણા ભાગવતસિંહજીના નિધન બાદ તેમના મોટા પુત્ર મહારાણા મહેન્દ્રસિંહજી મેવાડ પરિવારના મુખિયા હતા. જોકે તેમના નાનાભાઈ અરવિંદસિંહ મેવાડનો દાવો છે કે તે પરિવારના મુખિયા છે. 1948માં મહારાણા ભગવતસિંહે પોતાની તમામ સંપત્તિ ટ્રસ્ટ દ્વારા નાના પુત્ર અરવિંદસિંહને આપી દીધી હતી. મોટા પુત્ર મહેન્દ્રસિંહે આ સંપત્તિની વહેંચણીની માંગ કરી હતી પરંતુ તેમને આનાથી અલગ કરી દેવામાં આવ્યા હતા.
પિતા ભગવતસિંહ બાદ મેવાડ રાજપરિવારના રક્ષક બનેલા અરવિંદસિંહના લગ્ન કચ્છની રાજકુમારી વિજયારાજ સાથે થયા હતા. તેમને એક પુત્ર લક્ષ્યરાજસિંહ અને પુત્રી પદ્મજા છે. જેઓ દેશની હાઈપ્રોફાઈલ ઈવેન્ટમાં જોવા મળે છે આ રાજપરિવાર નો રાજસ્થાનમાં એચઆરએચ ગ્રુપ ઑફ હોટેલ્સના નામથી હોટેલ બિઝનેસ છે. આ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદસિંહ પોતે છે.
જેમાં ઉદયપરુના લેક પિચોલામાં જાગ મંદિર આઈલેન્ડના નામથી ફેમસ ખુબસુરત હોટેલ સામેલ છે. બીજી તરફ વિશ્વરાજસિંહ આજે પણ જ્યારે સામાન્ય લોકોની વચ્ચે જાય છેત્યારે ભીડ એકઠી થઈ જાય છે. લોકો તેમને મેવાડ રાજ પરિવારના આગામી વારિસ તરીકે જોવે છે. તેઓ મોટાભાગે રાજશાહી ડ્રેસમાં હાથોમાં તલવાર અને મેવાડી પાઘડી પહેરી લોકો સાથે જોવા મળે છે.
હાલ રાણા શ્રીજી અરવિંદ સિંહ મેવાડ વંશના 76માં રક્ષક છે અને તેમનો પરિવાર ઉદયપુરમાં રહે છે. તેમજ આ તમામ રાજવી દરજ્જો ઉપરાંત, આ પરિવાર પાસે સમગ્ર રાજસ્થાનમાં હેરિટેજ હોટલ, રિસોર્ટ્સ અને ચેરિટી સંસ્થાઓ પણ છે. મેવાડ રોયલ્સ ભારતના સૌથી પ્રખ્યાત રાજવી પરિવારોમાં શામેલ છે. અરવિંદસિંહ મેવાડના પિતાએ 1955થી 1984 સુધી મેવાડ ઘરાનાની કમાન સંભાળી હતી. તેના દિકરા અરવિંદસિંહે વિદેશમાં અભ્યાસ કર્યો છે. જ્યા તેને હોટલ મેનેજમેન્ટની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
પરિવાર હજારો કરોડની સંપત્તિના માલિક છે તેમની પાસે તમામ શાહી દરજ્જા ઉપરાંત સમગ્ર રાજસ્થાનમાં તેમની હેરિટેજ હોટલો, રિસોર્ટ્સ અને ચેરિટી સંસ્થાઓ છે. તેમની કુલ સંપત્તિ ગણવી અઘરી છે પરંતુ હમણાં તેમના પરિવારના જ બે સભ્યો વચ્ચે 1000 કરોડ જેટલી સંપત્તિ માટે કોર્ટમાં લડત ચાલી રહી છે જે દર્શાવે છે કે સમગ્ર પરિવાર હજારો કરોડની સંપત્તિના માલિક છે.
પોતાની પ્રોપર્ટીને હેરિટેજ હોટલ તરીકે ચલાવી રહ્યાં છે રાણા શ્રીજી અરવિંદ સિંહ મેવાડ, મેવાડ વંશના 76માં સંરક્ષક છે. મેવાડ વંશ પરિવારની પાસે રાજસ્થાનમાં હેરિટેજ હોટલ, રિસોર્ટ અને ચેરીટેબલ ઈનસ્ટીટયુશન છે. તેમની પાસે 1,200 લોકોનો સ્ટાફ છે. તેમની પાસે ઉદયપુર લેક પિચોલા પર જગ મંદિર પેલેસ પણ છે. ત્યાં પોતાની પ્રોપર્ટીને હેરિટેજ હોટલ તરીકે ચલાવી રહ્યાં છે.