Gujarat

વડોદરા મા એક મહિલા છે ટ્રાફીક સિગ્નલ તોડવું કેટલું ભારે પડયું જુવો વિડીઓ

મિત્રો આપણેસૌ જાણીએ છીએ કે આપણો દેશ નિયમ અને કાનુનથી ચાલે છે અહી દરેક વ્યક્તિ અને વસ્તુઓ માટે અનેક નિયમો બનાવવ્માં આવ્યા છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આવા નિયમો પૈકી ઘણા લોકો તેનું પાલન કરતા નથી. જોકે તમને આવા નિયમનું પાલન ના કરવું તે બાબત ઘણી વખત તેમના માટે જ મુશ્કેલી ઉભી કરી દે છે. અને નિયમ ભંગ કરનાર લોકો ને સજા આપવામાં આવે છે પરંતુ આપણા દેશમાં નિયમ તોડનાર ને કોઈ કઠોર સજા આપવામાં આવતી નથી.

જેના પરિણામ સ્વરૂપ અનેક લોકો આવી રીતે નિયમો તોડે છે અને તેની સજા માંથી આસાની થી છુટી જાય છે. તેમાં પણ જો વાત ટ્રાફિક ને લાગત નિયમો અંગે કરીએ તો લોકો આવા નિયમો ને અવાર નવાર તોડતા હોઈ છે. જેમાં વ્યસ્થિત પાર્કિંગ થી લઈને લાલ લાઈટમાં ઉભા રહેવા સુધીના અનેક નિયમો નો સમાવેશ થાય છે. હાલના સમય માં લોકો ફક્ત ટ્રાફિક પોલીસના ડરના કારણે સિગ્નલ પર લાલ લાઈટ થાત ઉભા રહે છે પરતું જો સિગ્નલ પાસે પોલીસ ના હોઈ તો લાલ લાઈટ હોવા છતાં પણ લોકો ઉભા રહેતા નથી જેને કારણે ઘણી વખત અકસ્માત સર્જાઈ છે અને લોકો ની આવી ગેરજીમ્મેવારી વળી હરકત તેના અને આસપાસ ના લોકો માટે જોખમ ઉભું કરે છે.

હાલના સમય માં આવો જ એક બનાવ વડોદરાથી સામે આવ્યો છે કે જ્યા એક મહિલા સિગ્નલ પર નિયમ તોડીને આગળ વધી જાય છે અને સામેથી આવતી ગાડી સાથે અથડાઈ જાય છે. તો ચાલો આ બનાવ અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી મુજબ આ ઘટના વડોદરા સહેરના જેલ રોડ ની છે કે જ્યા એક સ્કુટર સવાર મહિલા સિગ્નલ તોડે છે. પરંતુ તે સામેથી આવતી ગાડી સાથે અથડાઈ જાય છે અને તેનો અકસ્માત સર્જાય છે. જોકે આ અકસ્માત માં મહિલા બચી જાય છે. પણ આમ તેને ટ્રાફિક નિયમ તોડવું તેના જીવ પર આવી બને છે આ આખી ઘટના પાસેના એક સીસી ટીવી માં કેદ થઇ અને આ વીડિઓ વડોરા પોલીસે ટવીટર શેર કરીને લોકો ને ટ્રાફિકના નિયમ અંગે જાગૃક થવા કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!