રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ માટે વાતાવરણ ના મોટા સમાચાર ! આગામી 24 કલાંક મા..
એક તરફ કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ હાલમાં કમોસમી વરસાદની આગાહી સામે આવી છે.ખરેખર હાલમાં સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ભાવનગરમાં વરસાદ ની આગાહી પડી હતી ત્યારે ફરી એકવાર રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ માટે વાતાવરણ ના મોટા સમાચાર ! આગામી 24 કલાંકમાં વરસાદની આગાહી મળી છે. ચાલો અમે આપને માહિતગાર કરીએ કે કયા કયા વરસાદની મહત્તમ આગાહી મળી છે.
હાલમાં જ હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ડિપ્રેશનની અસરથી 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું થઇ શકે એવા એંધાણ વધુ દેખાઈ રહ્યા છે. એમાં પણ ખાસ તો રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ સર્જાશે. ત્યાર બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં વધારો જોવા મળી શકે છે.
હાલમાં જ અમદાવાદનું મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું, જેને પગલે બપોર દરમિયાન સામાન્ય ગરમી રહ્યા બાદ સાંજ પડતાં વાતાવરણમાં ઠંડક વધી હતી. આગામી બે દિવસ અમદાવાદના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા દેખાય રહી છે, ત્યારે આવી ઠંડીમાં વરસાદ માહોલ થી ખેડૂતોને વધુ ભય સતાવી રહ્યો છે.
ડિપ્રેશનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 33 ડિગ્રીથી વધુ અને લઘુતમ તાપમાન 16થી 23 ડિગ્રી વચ્ચે નોંધાતા ડબલ સિઝનનો માહોલ દેખાય રહ્યો છે. સમગ્ર રાજ્યમાં નલિયા 15 ડિગ્રી સાથે સૌથી ઠંડંુ શહેર બન્યું હતું. ત્યાર બાદ ગાંધીનગર અને વલસાડમાં 16.5, ડીસામાં 16.8, કંડલા એરપોર્ટ ખાતે 17.4, કેશોદમાં 17.6, અમદાવાદ અને વડોદરામાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ખરેખર શિયાળાની શરૂઆતનાં પગલે જ ઠંડીમાં મહત્તમ વધારો જોવા મળ્યો છે, ત્યારે ઠંડીમાં વરસાદ થવાથી વધુ વિકટ પરિસ્થિતિ સર્જાઈ જશે.
