Gujarat

PSIની બદલી થતાં વિદાઈ પ્રસંગે લોકોની આંખમાં આંસુઓ ન રોકાયા,PSI એ પણ..

ખરેખર આપણે સૌ કોઈ પોલીસ વિભાગના સૌ અધિકારીઓને  વંદન કરવા જોઈએ. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે પણ કોઈ સારા વ્યક્તિની વિદાઈ કે કાર્ય પૂર્ણ થાય અને એ છોડીને જાય ત્યારે આપણે દુઃખ થાય અને એ વ્યક્તિની ખામી સદાય સૌ કોઈને વર્તાય શકે છે. ખરેખર આ ઘટના જ હાલમાં બની જેને સૌ કોઈ નું હ્દય સ્પર્શી લીધું.

હાલમાં જ એક પોલીસ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ન માત્ર પોલીસ સ્ટાફ પણ સ્થાનિકો પણ અધિકારીને વિદાય આપતા રડી પડ્યા હતા. પોલીસ PSI વિશાલ પટેલના વિદાય સમારંભમાં સ્થાનિકોની પણ આંખ ભીની થઈ ગઈ હતી. પોલીસ PSI વિશાલ પટેલની બદલી થઈ હતી. આ માટે પોલીસ સ્ટાફે એમનો વિદાય સમારોહનું આયોજન કર્યું હતું.

આ વિદાઈ કાર્યક્રમમાં પોલીસ કર્મીઓ સહિત ખેડબ્રહ્માના સ્થાનિકો પણ જોડાયા હતા. લોકોની આંખ પણ આંસુથી ભીની થઈ ગઈ હતી. એક પોલીસ અધિકારીની આવી વિદાય અને આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે.સામાન્ય રીતે પોલીસ અને પ્રજાના સંબંધો થોડા ગંભીર હોય છે. પણ અહીં પોલીસ અને પ્રજા વચ્ચે એક લાગણી અને પ્રેમ જોવા મળ્યો હતો. એક પીએસઆઈની બદલી થાય અને ગામના લોકો એને વિદાય આપવા માટે એકઠા થાય.

એમાં દરેકની આંખ ભીની થાય એવું તો ભાગ્યે જ જોવા મળે છે. આ ઘટનાને પણ અસાધારણ કહી શકાય છે. પ્રજાના દિમાગમાં પોલીસની એક છાપ હોય છે. જેના કારણે તેઓ લોકો વચ્ચે પ્રિય બન્યા હતા. એમની બદલી થતા પોલીસ સ્ટેશનમાં એક વિદાય સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો એમને વિદાય આપવા માટે પહોંચ્યા હતા.  એ દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે એક લાગણીના સંબંધના પણ દર્શન થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!