Gujarat

ગુજરાતી ખબર

સૌથી શરમજનક ઘટના બનતી હોય છે તો એ છે રેપ! આપના દેશમાં રેપ કરનાર વ્યક્તિ ખુલ્લે આમ ફરે છે, છતાંય પણ તેને કોઈપણ જાતની સજા કરવામાં નથી આવતી. જો સજા કરવામાં આવે છે તો એ પણ ઘણા સમય પછી. આપણે ત્યાં ન્યાયતંત્રક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે. દિલ્હીમાં બનેલ નિર્ભયા કાંડમાં જે બસમા રેપ થયો હતો એ આરોપી ને ઘણા વર્ષો પછી સજા મળી ત્યારે એ યુવતી પોતાની આંખો બંધ કરી ગઈ હતી. હાલમાં એક સુરતમાં જ 4 વર્ષની દીકરી સાથે રેપની ઘટના ઘટી.

ત્યારે સૂરત ન્યાયલય દ્વારા રેપના 29 દિવસમાં જે આરોપીને સજા આપવામાં આવી એ સરહાનીય છે. ખરેખર આટલો ઝડપી ફેંસલોઃ ક્ચારેય નથી આવ્યો. ચાલો અમે આપને તમામ ઘટના વિશે જાણ કરીએ.લીસ અને ન્યાયતંત્રની કામગીરીને સો-સો સલામ ભરવાનું મન થાય તેવી આ ઘટનામાં કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી કાર્યવાહી ચલાવી આરોપીને આકરી સજા ફટકારી છે.12-10-2021ના રોજ સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી દુષ્કર્મ થયેલી હાલતમાં બાળકી મળી આવી હતી.

ગુજરાત રાજ્યના ઇતિહાસમાં દુષ્કર્મના કેસમાં આ સૌથી ઝડપી ચુકાદો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગત તા.12/10/2021ના રોજ બનાવ બન્યો હતો. કેસમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. પોલીસ તરફથી 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.તેમજ 60 સાક્ષીઓના 164 મુજબના નિવેદન સાથે કોર્ટમાંચાર્જશીટ રજૂ થઈ હતી.

કોર્ટનો પણ આ કેસમાં સંપૂર્ણ સહકાર મળ્યો હતો. અગાઉ નારાયણ સાંઇના કેસમાં રિમાન્ડ વખતે કોર્ટ રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહી હતી. ફરીયાદપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલનાઓએ દલીલ કરી હતી કે આરોપીને મહત્તમ સજા થાય તે માટે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી.આરોપી હનુમાન નિસાદને આજીવન કેદની સજાની સાથે સાથે દંડ ફટકાર્યો છે.ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને સૌથી વધુ 15 લાખ રૂપિયાનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.

પીઆઈ જાડેજાએ જણાવ્યું હતું કે, ઘટના બની તેના સાડાત્રણ કલાકમાં જ અમારી ટીમે બાળકીને શોધી કાઢી હતી. નહિતર બચાવી શક્યા ન હોત, 24 કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. ચાર્જશીટ સહિતના તમામ વૈજ્ઞાનિક પૂરાવાઓ, નજરે જોનારના નિવેદન, ઓળખ કરાવી, CCTV, FSL એનાલિસીસ રિપોર્ટ સહિતના પૂરાવા બાદ ઘટનાના 29 માં દિવસે કોર્ટએ ચુકાદો આપી એક દાખલો બેસાડ્યો છે.ખરેખર આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. દરેક ગુન્હામાં આવી રીતે તાત્કાલિક ન્યાય મળે એજ સાચી ન્યાયલાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!