Gujarat

વલસાડ : ભયંકર અકસ્માત મા ત્રણ લોકો ના મોત થયા જેમા એક ભાજપ ના અગ્રણી નુ મોત થતા…

સવારે સમાચાર પત્ર વાંચો કે સોશિયલ મીડિયા ઓપન કરો તમને એમ એકાદ બે તો અકસ્તમાતની ઘટના ની જાણ તો થઈ જશે. ખરેખર રોજ અનેક આવા બનાવમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. હાલમાં જ તહેવારોમાં અનેક આવા ગંભીર અકસ્તમાતોમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવેલ છે. ત્યારે હાલમાં આજે એક આવો ગંભીર ત્રિપલ અકસ્તમાતની ઘટના બની છે, જેમાં ભાજપના અગ્રણીનું પણ દુઃખ નિધન થયું છે, આ સિવાય અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવતા પરિવારમાં શોકમગ્ન વાતાવરણ બની ગયું છે.

ચાલો અમે આપને આ ઘટનાની સંપૂર્ણ માહિતી આપીએ કે આખરે આ ઘટનામાં જીવ ગુમાવનાર ભાજપના કાર્યકર્તા કોણ છે તેમજ આ ઘટના કંઈ રીતે બની અને આ બનાવમાં કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આજ રો વલસાડના ભિલાડ નજીક ટ્રિપલ અકસ્માત ઘટ્યો અને આ ઘટનામાં માત્ર એક નહિ પરતું બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે આ ગંભીર અકસ્તમાત સર્જાયાઓ જેમાં 3 લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં છે.

આ સિવાય અન્ય 4થી વધુ લોકો ઈજા થયેલ છે. આ અકસ્માતની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતા ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં છે. ભિલાડ નજીક કનાડુ ગામના દંપતીનું મોત થયું છે તેમજ અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે,

મળતા અહેવાલો મુજબ કનાડુ ગામના મુકેશભાઈ  પોતાની પત્ની સાથે ઘરે આવી રહ્યા હતા અને આ દરમિયાન  અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં પતિ અને પત્ની બન્નેનાં મોત થયાં છે. તેઓ કનાડુ ગામના રહેવાસી છે અને તેઓ પોતાની મ્યુઝિકલ પાર્ટી ચલાવતા હતા તેમજ ભાજપના અગ્રણી છે. ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય છે અને કનાડુ બેઠકના સભ્ય હતા. ખરેખર આ ઘટના લીધે ગામજનોનાને પરિવાર શોકમાં ઘેરાઇ ગયા છે.

આ ટ્રિપલ અકસ્તમાત ને લીધે 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો સાથો સાથ અન્ય 4 લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય એવી આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ અને ઈશ્વર મૃતક ની આત્માને શાંતિ આપે તેમજ પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ખરેખર આ ઘટના પરથી એ ધ્યાન રાખવું જોઈએ કે સાવેચેતપૂર્વક અને સલામતી સાથે વહાન ચલાવું જોઈએ અને હેલ્મેટ અવશ્ય પહેરવું. રોડ અકસ્તમાતમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!