Entertainment

ગુજરાતી ખબર

આપણે ત્યાં કહેવાય છે ને કે, રક્તદાન એજ મહાદાન! આમ પણ દાન એવી રીતે કરો કે જમણા હાથે દાન આપ્યું હોય અને ડાબા હાથને ખબર પણ ન પડે. આમ પણ એજ સાચું છે. આજે અમે આપને એમ એવા જ વ્યક્તિની વાત કરીશું જેમણે અમીતાબ બચ્ચન નો જીવ બચાવેલ અને તેમને લોહી આપેલ. હવે વિચાર કરો અમીતાબ ને મળવા લોકો રાહ જોતા હોય છે, જ્યારે આ વ્યક્તિ અમીતાબને લોહી આપવા છતાંય તેમને મળવાની ઈચ્છા વ્યક્ત ન કરી. આ સિવાય અમીતાબ સામે થી મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો પણ તેઓ ક્યારેય ન મળ્યા.

ચાલો અમે આપને જણાવીએ આ વ્યક્તિ વિશે! આ ઘટના બની હતી વર્ષ 1982માં જ્યારે ફ઼િલ્મ કૂલીના શૂટિંગ દરમ્યાન ગંભીર ઇજા થઇ હતી અમીતાબ ને અને જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહયા હતા. ત્યારે ડોકટરેએ જણાવ્યું કે અમિતાભ બચ્ચનને લોહીની જરૂર છે. ત્યારે અનેક લોકો લોહી આપવા તૈયાર હતા પરન્તુ એ કોઈનું ચાલે તેમ ન હતું.

આ વાત રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક અને રિસર્ચ સેન્ટર પર પણ પહોંચી અને ત્યાંના એક સભ્ય શેલિયા વેલજીભાઈ મોહનભાઇ બિગ બી માટે લોહી લઇને મુંબઇ ગયેલા અને વધુ લોહીની જરૂર હોવાથી બ્રિચકેન્ડીમાં હોસ્પિટલમાં પણ રક્તદાન કર્યું હતું. વેલજીભાઇનું લોહી અમિતાભ બચ્ચનને મેચ થતું હતું, તેમણે રક્તદાન કર્યું અને એ પછી અમિતાભનો જીવ બચી ગયો.

તમને જાણીને નવાઈ લાગશે કે, વેલજીભાઇનો જન્મ રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામે થયો હતો. તેઓ ખેતી કરવાની સાથે જ સમાજસેવા કરવા માટે પણ પ્રસિદ્ધ હતા. ગામના લોકોનું કોઇ પણ કામ હોય તો તેઓ અડધી રાતે પણ તૈયાર થઇ જતા હતા. તેમને પોતાના જીવનકાળ દરમ્યાન 128 વાર રક્તદાન કર્યું હતું અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા સદાય લોકોની સેવા માટે તૈયાર રહેતા.

વેલજીભાઇ ક્યારેય ફિલ્મો જોતા ન હતા કે તેઓ અમિતાભ બચ્ચનના પ્રશંસક પણ ન હતા. તેમ છતાં માનવતા રક્તદાન કર્યું હતું. વેલજીભાઈ કોઈ પણ કલાકારોની ફિલ્મ જોતા ન હતા. અમિતાભ બચ્ચનને જયારે ખબર પડી જે વેલજીભાઇએ તેમને લોહી આપ્યું છે, અમિતાભ બચ્ચનને જયારે જાણવા મળ્યું કે વેલજીભાઇએ તેમને લોહી આપ્યું છે ત્યારે અમિતાભ બચ્ચને તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી,પણ વેલજીભાઇ તેમને મળવા ક્યારેય ગયા નહિ.

અમિતાભ બચ્ચનની પત્ની જ્યા બચ્ચન અને ટીના મુનીમ એકવાર રાજકોટ આવ્યા ત્યારે તેમને વેલજીભાઈને સન્માનપત્ર સાથે સોનાની ગીની આપીને સન્માન કર્યું હતું. આ રીતે બચ્ચન પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ગંભીર બીમારીના કારણે 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમનું અવસાન થયું હતું.તેઓ જીવન અંત સુધી રક્તદાન થકી અનેક લોકોનું જીવન બચાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!