Gujarat

નટુકાકા ના સ્વર્ગ વાસ થયા બાદ બાઘા એ નટુકાકા વિશે આવુ કીધુ હતુ.

એવા વ્યક્તિત્વનું નિર્માણ કરો કે તમારા ગયા પછી પણ તમને લોકો જીવનના અંત સુધી યાદ કરતાં રહે. એવા જ એક વ્યક્તિ એટલે ઘનશ્યામ નાયક જેમને પોતાના જીવનકાળ દરમિયાન સદાય લોકોને પ્રેમ અને લાગણીઓ જ આપી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, નટુકાકાનું લાંબી બીમારી બાદ નિધન થઈ ગયેલું. તેમના નિધન થી ચાહકવર્ગ અને તેમના પરિવારજનો તથા ટીમમાં ખૂબ જ આઘાત લાગ્યો.

હાલમાં જ તન્મય વેકરિયા એ ઘનશ્યામ નાયકજીના મુત્યુ બાદ એક ખાસ વાત કરી છે, જેનાં વિશે જાણીને તમારી આંખમાંથી આંસુઓ આવી જશે. ખરેખર આપણે સૌ કોઉ જાણીએ છે કે નટુકાકા અને બાધાની કાકા ભત્રીજાની જોડી સૌ કોઈ માટે લોકપ્રિય હતી. બાઘએ એક મીડિયા સાથે વાત ચિત દરમીયાન કહેલું કે, જ્યારે મને નટુકાકા નાં દિકરાનો ફોન આવેલો ત્યારે હું વાત માનવા તૈયાર ન હતો કે ઘનશ્યામ નાયકજી આપણા વચ્ચે નથી રહ્યા.

ખરેખર આ તેઓ ખૂબ જ નિખાલસ અને સૌને સાથે હળીમળીને રહેવા વાળા હતા. અમે સેટ પર સાથે મળીને ભોજન લેતા અને તેઓ ટીફીનમાં સાદું ભોજન લઈને આવતા અને તેમની સાથે દરેક પળો યાદગાર છે. જ્યારે અમે એક્ટિંગ ખરાબ થવાને લીધે નિરાશ થતા ત્યારે તેઓ હંમેશા માર્ગદશન આપતા અને અમને સૌને પ્રેરણા આપતા.આ સિવાય સૌથી મહત્વની વાત એ કરી હતી કે, તારક મહેતામાં મારો જન્મ પણ નટુકાકા ને લીધે જ થયો.

વાત જાણે એમ હતી કે, વર્ષ 2009માં ઘનશ્યામ નાયકને હાર્ટ એટેક આવ્યો અને તેમનું ઓપરેશન હતું. ગડા ઇલેક્ટ્રોનિક્સમાં નટુકાકા પાછા ના આવે ત્યાં સુધી કોણ તેમનું પાત્ર ભજવી શકે અને આ કારણે જ મને નટુકાકાના ભત્રીજા બાઘા તરીકે એન્ટ્રી મળી.જયારે તે પરત સેટ પર આવ્યા ત્યારે બાઘાના જવાનો સમય થઇ ગયો. પણ નટુકાકા અને બાઘાની જોડીને લોકોએ પસંદ કરી હતી. હું ખરેખર ભાગ્યશાળી છું કે, મારા નટુકાકા ન લીધે જ આજે હું આ શોમાં છું.ખરેખર માત્ર તન્મય જ નહીં અનેક કલાકારો દુઃખી છે અને નટુકાકાની ખોટ સદાય વર્તાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!