મૂળ ગુજરાતી અને અમેરીકા પોલીસ મા ફરજ બજાવતા ઓફીસરની હ-ત્યા ! અંગદાન થી 11 લોકો નુ જીવન બચાવ્યું
વર્ષો થી અમેરીકા મા અનેક ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ વસેલા છે. જ્યારે અનેક વખત ગુજરાતી ઓ પર હુમલા ની ઘટના બનતી હોય છે ત્યારે તાજેતર મા એક 38 વર્ષ ના ગુજરાતી યુવક નુ ફાઈરીંગ મા મોત નીપજ્યું છે. આ ગુજરાતી યુવક અમેરીકા ની પોલીસ મા ફરજ બજાવતો હતો
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મૂળ ગુજરાત ના પરમહંસ દેસાઈ અમેરીકા મા જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ત્યારે એક ઘરેલુ મામલા માટે એક તપાસ મા પહોંચ્યા હતા ત્યારે 22 વર્ષીય આરોપી જોર્ડન જેકસન ગોળી મારી ત્યાંથી ફરાર થઈ ગયો. જ્યારે પરમહંસ દેસાઈ હોસ્પીટલ મા સારવાર બાદ 8 નવેમ્બર ના મોત નીપજ્યું હતુ.
જો આરોપી ની વાત કરવામા આવે તો જોર્ડન જેકસનને પકડવા તેના પર પોલીસે 30000 ડોલર નુ ઈનામ રાખ્યુ હતુ અને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યુ હતુ જેમા આરોપીની માહિતી મળી હતી અને સ્વેટની ટીમ એપાર્ટમેન્ટમાં છુપાયેલા આરોપીને પકડવા માટે તેને ઘેરી રહી હતી ત્યારે જ જેક્સને પોતાની જ બંદૂકથી છોડવામાં આવેલી ગોળીથી મોતને ભેટ્યો હતો. પોલીસે આરોપીને છુપાવવામાં મદદ કરનાર બે લોકોની ધરપકડ કરી છે.
ઓફીસર પરમહંસ દેસાઈ ના મોત અંગે
હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ઓફિસર દેસાઈની સેવા નિરંતર ચાલુ જ રહેશે. તેમનું ભલે અવસાન થયું છે પરંતુ તેમના મલ્ટીપલ ઓર્ગન ડોનેશનથી (Organ Donation) અનેક લોકોના જીવન બચ્યા છે. પરમહંસના અંતિમ સંસ્કાર રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે કરવામાં આવશે.
પરમહંસ દેસાઈ ની વાત કરવામા આવે તો તેમના પિતા નુ નામ દિનેશચંદ્ર દેસાઈ છે અને તેનો 30 વર્ષ ગુજરાત ના બીલીમોરા થી અમેરીકા શીફ્ટ થયા હતા. પરમહંસના લગ્ન અંકિતા સાથે થયા હતા અને તેમને બે સંતાનો છે. જેમા એક 11 વર્ષીય ઓમ અને બીજો 8 વર્ષીય નમન. પરંમહંસ ની બહેન દિવ્યા એ પોતાના ભાઈ માટે આર્થિક મદદ માટે એક અભિયાન ચલાવ્યું હતુ જેમા 313900 ડોલરથી પણ વધુનું દાન મળ્યુ હતુ.
