લીંબડી હાઈ વે પર ભયંકર અકસ્માત મા દાદા દાદી અને માસુમ પુત્રી નુ કરુણ મોત નિપજ્યું
રાજય મા રોજ અનેક અકસ્માતો ની ઘટના ઓ બને જે જેમા ઘણી વખત આપણી તો ઘણી વખત સામે વાળા ની લાપરવાહી અને નીયમો વિરુધ્ધ જઈ ને ડ્રાઈવિંગ કરવાનુ ઘણુ ગંભીર પરિણામ આપણે ભોગવતા હોઈએ છીએ અને જીવ પણ જતો હોય છે ત્યારે આવો જ એક અકસ્માત સામે આવ્યો છે જેમા દાદા દાદી અને માસુમ પુત્રી એ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
Divyabhaskar ના અહેવાલ મુજબ આજે લીંબડી નેશનલ હાઈ વે પર એક ગંભીર અક્સમાત ની ઘટના બની હતી જેમા એક ટ્રક ચાલક જનસાળી પાસે રોડ નુ કામ ચાલુ હોવાથી રોંગ સાઈડ મા કામ ચલાવ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામે થી આવતી કાર ટ્રક ધડાકા ભેર ટ્રક સાથે અથડાઈ હતી. જેમા કાર મા સવાર દાદા દાદી ને એક માસુમ પૌત્રી નુ મોત નીપજ્યું હતુ.
આ ઘટના મા મૃતક પરિવાર રાજકોટ દિવાળી ની રજા ગાળવા ગયા હતા અને પરત તેવો અમદાવાદ ફરી રહ્યા હતા ત્યારે તેમને આ અક્સમાત નડ્યો હતો. તેવો ઉદય મહેનત પૂરા આંબાવાડી છાપરામાં રહેતા જેનુ નામ બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બઘાભાઈ મુછડીયા તેમના પત્ની હિરાબેન મુછડીયા અને 6 વર્ષની પૌત્રી ક્રેયાંશી વિજયભાઈ મુછડીયા જાણવા મળ્યુ હતુ.
અક્સમાત અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે રોડ નુ કામ ચાલુ હોવાથી ટ્રક ચાલાકે ના છુટકે રોંગ સાઈડ પરથી પસાર થવા માટે જવુ પડ્યુ હતુ અને અકસ્માત સર્જાયો હતો જયારે બાદ ટ્રક ચાલાક ફરાર થઈ ગયો હતો. જયારે 108 ના પાઈલોટ ના જણાવ્યા અનુસાર હીરાબેન હોસ્પીટલ પહોંચે એ પહેલા જ જીવ ગુમાવી દિધો હતો અને કુલ 3 લોકો ના જીવ ગયા હતા.
