આજથી ગુજરાતી ઉદ્યોગપતિના દીકરાના જાજરમાન લગ્નની શરૂઆત! બંને દંપતી મળ્યું કંઈક આવી રીતે…
હાલમાં લગ્નતોત્સવની સિઝન ચાલી રહી છે, ત્યારે ખરેખર હાલમાં જ રાજકોટના ઉધોગપતિના દીકરાના લગન સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખરેખર આ વાત કોઈ સામાન્ય નથી કારણ કે શાહી લગન છે, જેમાં અનેકગણો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી અને સોનલબેન ઉકાણીના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હિમાંશી સાથે આજથી ત્રણ દિવસ સુધી રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાશે.

મંત્રિત મહેમાનો રાજસ્થાનના ઉમેદભવન પેલેસ હોટલ પહોંચ્યા હતા. અહીં તેમનું રાજસ્થાનના ભાતીગળ નૃત્યથી વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે મહેમાનોને પેલેસ ખાતે ફૂલડે વધાવી આવકાર આપવામાં આવ્યો હતો.લગ્નોત્સવ શરૂ થાય તે પૂર્વે જ જય ઉકાણી અને હિમાંશી પટેલ એકબીજાને મળ્યા હતા. જય ઉકાણીએ રાજકોટ એરપોર્ટના વેઇટિંગ લોંજમાં હિમાંશી પટેલને ફ્લાવર બુકે આપી સ્વાગત કર્યું હતું. જાજરમાન લગ્નોત્સવમાં આજે પ્રથમ દિવસે સાંજે મહેંદી અને સંગીત સેરેમની યોજાનાર છે. આજે 3.15થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ યોજાનાર છે.

બાદમાં સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી અને બાદમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પોતાના સૂર રેલાવશે.ડેસ્ટિનેશન વેડિંગ છે અને એનું આયોજન જોધપુરની હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે કરાયું છે. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે અને એની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટલ્સમાં થાય છે, જેમાં એક થાળીની કિંમત રૂ.18 હજાર છે તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ.7,50,000 છે.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન પણ આ જ પેલેસમાં થયાં હતાં.તારીખ 16 નવેમ્બરના દિવસે જોધપુર ખાતે યોજાનારા આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવેલા. આ ઉપરાંત અહીંના એવા જ રજવાડી ગણાતા અજિતભવન પેલેસના તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બુક કરી દેવામાં આવ્યા છે. લક્ઝરીથી લથબથ એવા આ લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે થઈ રહ્યા છે.
લગ્નમાં કન્યા-વર પક્ષનાલોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે, કારણ કે રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે. આવા શાહી લગ્ન ઉદ્યોગપતિના પુત્રના થવાના છે. લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે એનો ચાર્જ 18 હજાર રૂપિયા છે.લગ્નમાં કન્યા-વર પક્ષનાલોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે, કારણ કે રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે.
