Gujarat

રાજકોટનાં ઉદ્યોગપતિ દીકરાનાં જાજરમાન લગ્નના બીજા દિવસે આવી ભવ્યતા…જુઓ તસ્વીરો

હાલમાં જ્યારે લગ્નની સિઝન શરૂ થઈ છે, ત્યારે એક જ લગ્ન સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આમ પણ આપણે ગુજરાતીઓને બીજાના લગ્નને નિહાળવવા નો ખૂબ જ આંનદ આવે છે.હાલમાં જ રાજકોટના સૌથી ધનવાન વ્યક્તિનાં દીકરાનાં લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. આપણેકાલે જ લગ્નના પ્રથમ દિવસના ફોટોઝ નિહાળ્યા ત્યારે આજે ફરી એકવાર જાજરમાન લગ્નનાં તસ્વીરો સામે આવી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી અને સોનલબેન ઉકાણીના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હિમાંશી સાથે રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે ભવયરીતે ઉજવાય રહ્યો છે. આ ત્રણ દિવસના લગ્ન ખૂબ જ ઉમેળકાભેર સાથે ઉજવવામાં આવી રહ્યા છે.

ગઈકાલે સૌ કોઈ મહેમાનું રજવાડી પરંપરા મુજબ વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતુંગઇકાલે મહેંદી રસમ તેમજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐશ્વર્યા મજમુદારનાં સ્વરે ગરબે ઘૂમ્યા હતા અને આટલું જ નહીં પરંતુ આજે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિએ બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે જે સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે.

જાજરમાન લગ્નોત્સવમાં આજે પ્રથમ દિવસે, એટલે કે ગઈકાલે સાંજે મહેંદી અને સંગીત સેરેમની યોજાવાની છે, જેને રાજસ્થાની રજવાડી લુક આપવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરે 3.15થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ યોજાઈ હતી અને બાદમાં સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી તથા બાદમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાના સૂર રેલાવ્યા હતા.

જાજરમાન લગ્નનો આજે બીજો દિવસ છે ત્યારે બીજા દિવસે સવારે 9.30 વાગ્યે મંડપ મુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. આ સાથે આજે સાંજે હલ્દી રસમ અને રાત્રિ બૉલિવૂડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ રોયલ રજવાડી થીમ રાખવામાં આવશે. આજે રાત્રિના બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે.આવતી કાલે બને દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે. ખરેખર આ રોયલ લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!