Entertainment

અમેરીકાથી પરત આવતા કીંજલ દવેનુ આવી રીતે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ જુવો..

ગુજરાતી સંગીતની દુનિયામાં કિંજલ દવેનું નામ ખૂબ જ મોખરે છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. એક સમય જીવનમ અનેક ગણું સંઘર્ષ કરનાર લોક ગાયક કલાકાર કિંજલ દવે દિવાળી પહેલા જ અમેરિકા થી પોતાના ઘરે પરત કરતા એનું એવી રીતે સ્વાગત કર્યું કે કોઈ ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય.ખરેખર આ દ્ર્શ્ય જોઈને સૌ કોઈ મોહી ગયા છે. આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે જ્યારે તમે આ વિડિયો સોશિયલ મીડિયામાં જોઈને આશ્ચય થઈ ગયા છે.

આપણે જાણીએ છે કે, કિંજલ દવે અવારનવાર પોતાના સંગીત નાં કાર્યક્રમ માટે વિદેશ પ્રવાસ માટે જાતી હોય છે અને આ સમયગાળામાં દરમિયાન ઘણા સમય થી પોતાના પરિવાર થી દુર રહે છે, ત્યારે તેમની ખોટ તો પરિવાર ને વર્તાઈ જ છે. હાલમાં જ કિંજલ દવે પોતાનાં સોશિયલ મીડિયામાં વિડિયો શેર કર્યો છે અને આ સાથે તેને પોતાની લાગણીઓને વ્યક્ત કરી છે.સોશિયલ મીડિયામાં કિંજલ દવે પોતાનો વેલકમબેક વીડિયોપોસ્ટ કર્યો છે અને આ સાથે કિંજલ દવે એ લખ્યું છે.

એવું લાગે છે કે આજે દિવાળી છે, યુએસએની સફળ ટૂર પછી એક મહિના પછી હું ઘરે પાછી ફરી છું ત્યારે પરિવારે મને આટલું અદ્ભુત સરપ્રાઈઝ આપ્યું છે તેથી હું અભિભૂત છું.તમારા પ્રેમ બદલ યુએસએનો આભાર.આગલી વાર સુધી ફરી મળીશું.ખરેખર વીડિયોમાં જોઈ શકો છો કે, વિડિયોમાં આલીશાન ઘર ને ફૂલોની રંગોળી થી શુશોભીત કર્યું છે.

તેમજ તેમની સોસાયટીમાં આતિષબાજી કરવામાં આવેલ. લલિત ભાઈ દવે કિંજલ નો હાથ પકડીને લઈને આવે છે, ત્યારે બને બાજુ રસ્તાઓ પર રોશનીઓ ઝળહળી ઉઠે છે. આ સાથે જ કિંજલ પોતાના પરિવાર ને જોઈને પગે લાગીને આશીર્વાદ લઈને ગળે મળે છે. ખરેખર આ દ્રશ્ય ખૂબ જ ભાવુક ને હદયને સ્પર્શી જાય એવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!