Gujarat

હવામાન ખાતા ની મોટી આગાહી ! ગુજરાત ના આ ક્ષેત્રો મા ઠંડી સાથે માવઠુ….

ખરેખર એક તરફ ગુજરાત ભરમાં ઠંડીનો માહોલ સર્જાયો છે, ત્યારે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. એક તરફ હાલમાં ગઈકાલે જાણવા મળ્યું હતું કે, કેરળ સહિત આઠ કેન્દ્ર શાશિત પ્રદેશમાં માં વરસાદની આગાહી થઇ કરવામાં આવી હતી.ત્યારે ફરી એકવાર મહત્વની આગાહી કરવામાં આવી. દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને કારણે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરને કારણે ભેજવાળા પવનો રાજ્યમાં રહેલા સૂકા પવનો સાથે ભળી રહ્યા છે.શહેરમાં આગામી દિવસમાં વાદળછાયું વાતાવરણ સાથે માવઠું પણ પડવાની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં વાદળો છવાતા ઠંડીનો પારો પણ 18થી 20 ડિગ્રી સુધી જઇ શકે છે.નલિયામાં 10.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.આજથી ત્રણ દિવસ માટે રાજ્યનાં અનેક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના સેવાઇ રહી છે.

હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે,અમદાવાદમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થશે.શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે શહેરમાં આગામી દિવસમાં વાદળછાયું વાતાવરણ સાથે માવઠું પણ પડવાની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં વાદળો છવાતા ઠંડીનો પારો પણ 18થી 20 ડિગ્રી સુધી જઇ શકે છે. 20 નવેમ્બર પછી વાદળો હટતાં ઠંડી વધી શકે છે. જેના પગલે કડકડતી ઠંડીની શરૂઆત થવાની શક્યતા છે. મંગળવારે, નલિયા ઉપરાંત ચાર શહેરમાં તાપમાન 16થી નીચે નોંધાયું હતુ. જેમાં 13.4 ડિગ્રી સાથે ડીસા, 15 ડિગ્રી સાથે ગાંધીનગર અને વલસાડ, 16 ડિગ્રી સાથે ભૂજનો સમાવેશ થાય છે.

20 નવેમ્બર પછી વાદળો હટતાં ઠંડીનો પારો એકાએક ગગડી શકે છે. જેના પગલે કડકડતી ઠંડીની શરૂઆત થવાની શક્યતા છે. મંગળવારે, નલિયા ઉપરાંત ચાર શહેરમાં તાપમાન 16થી નીચે નોંધાયું હતુ. જેમાં 13.4 ડિગ્રી સાથે ડીસા, 15 ડિગ્રી સાથે ગાંધીનગર અને વલસાડ, 16 ડિગ્રી સાથે ભૂજનો સમાવેશ થાય છે. ગુજરાતમાં શુક્રવારે ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, દીવમાં વરસાગ વરસી શકે છે. જ્યારે શનિવારે દમણ, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!