લોકરક્ષકની તૈયારી કરતી યુવતીએ અનોખી મહેંદી મૂકી દીધી જેમાં એજ સંદેશ છુપાયેલ છે, જાણીને ચોંકી જશો.
હાલમાં સૌ યુવાનો અને યુવતીઓનું એક જ માત્ર લક્ષ્ય છે,લોકરક્ષક (LRD) કેડરની ભરતી અને આ ભરતી માટે ગુજરાતભરમાં યુવક યુવતિઓ સાથે મળીને એમ કુલ 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો પણ છે.ત્યારે આગામી ડિસેમ્બર મહિનામાં શારીરિક અને માર્ચ મહિનામાં લેખિત પરીક્ષા યોજાવાની છે.પોતાનાં સપનાંને હકીકતમાં તબદીલ કરવા માટે ઉમેદવારો ભરતીની પરીક્ષાની તૈયારીઓ જોરશોરથી કરી રહ્યા છે.
ત્યારે હાલમાં એક ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ભરતી ને લઈને તૈયારિયો જોરશોર થી ચાલી રહી છે. આ અવસરે અમદાવાદના નરોડામાં ની મહિલા ઉમેદવાર પોતાના હાથમાં પોલીસ ભરતીમાં દોડ અને લેખિત પરીક્ષાનો મેસેજ આપતી મહેંદી મૂકી છે.આ મહેંદી ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર મહેંદી નથી પરંતુ એક સકારાત્મક સંદેશ આપવા માંગેછે.
ક્યારેક બોલ્યા વગર લોકોને ઘણું બધું કહી શકાય છે. આ યુવતીએ એક હાથમાં ગ્રાઉન્ડમાં રનિંગ કરતી યુવતી અને બીજા હાથમાં પુસ્તકો સાથે યુવતીની મહેંદી મૂકી છે. મહિલા અને પુરુષ ઉમેદવારોની તૈયારીઓમાં ઉત્સાહ વધારવા માટે અને બંને પરીક્ષાઓની તૈયારીઓ સાથે કરતો મેસેજ આપ્યો છે.યુવતી કહ્યું કે હું અત્યારે દોડ અને લેખિત પરીક્ષાની તૈયારી કરી રહી છું. હું પોતે મહેંદી આર્ટિસ્ટ છું.મારી મિત્ર નિરાલીબા જાડેજા, જે મારી સાથે જ પોલીસમાં ભરતીની તૈયારી કરે છે, તેને હાથમાં મહેંદી મૂકવાની હતી.
જેથી કઈ મહેંદી મૂકવી એનો વિચાર કરતા હતા. અમે બંને સાથે પોલીસની જ તૈયારીઓ કરીએ છીએ અને નજીકના દિવસોમાં પરીક્ષા આવી રહી છે, જેથી લોકોમાં પરીક્ષાની તૈયારી અંગેનો મેસેજ જાય એના માટે એક હાથમાં ગ્રાઉન્ડમાં રનિંગ કરતી યુવતી અને બીજા હાથમાં પુસ્તકો સાથે યુવતીની મહેંદી મૂકી છે. જેથીલોકોને પ્રેરણા મળે કે, હાલમાં હવે શારીરિક અને લેખિત પરીક્ષા એક મહિનો જ બાકી છે, ત્યારે તન, મન થી મહેનત કરે અને પોતાનું સપનું પૂર્ણ કરે.