Gujarat

ફેસબુક માં મિત્રતા બાદ સમલૈંગિક સબંધો બંધાયા અને એક દિવસ સબંધ પેલા કોણ બાંધશે તે બાબતે ઝઘડો થયો અને..

સોશયલ મીડિયા ની વાત કરીએ તો સોશ્યલ મીડિયા જેટલી હદે સારું છે તેટલું જ ઘણીવાર જો તેનો ઉપયોગ યોગ્ય રીતે ન કરો તો આપણી માટે નુકશાન કારક સાબિત થાય છે. હાલ સોશયલ મીડિયા નું પ્રમાણ વધી જતા લોકોનું વાત કરવાનું પ્રમાણ રૂબરૂ કરતા સોશ્યલ મીડિયા માંથી વાત કરવાનું વધી ગયું છે.

તેવીજ એક ઘટનાની વાત કરીએ તો અમદાવાદ ના સાબરમતી માં રહેતા સીનીયર સીટીઝન નામે દેવેન્દ્ર રાવત કે જેઓ ઘણા સમયથી ફેસબુક દ્વારા એક શખ્સ નામે ઉમંગ ઉર્ફે કનો જશવંત દરજી રહે કુહા ગામ કે જેની સાથે બે વર્ષથી દેવેન્દ્ર રાવત સાથે ફેસબુક મારફતે ચેટ થતી હતી, અને તેના દ્વારા આ બંને મિત્રો બન્યા હતા. પરંતુ મહત્વની વાત કરીએ તો ધીરે ધીરે આ બંનની ચેટ મારફતે વાતો વધતા બંને વચ્ચે સમલૈંગિક વાતો થવા લાગી અને, બંને વચ્ચે સમલૈંગિક સબંધો બંધાયા હતા. પરંતુ સબંધ આગળ વધતા દેવેન્દ્ર ઉંમંગ ને ઘણી વાર સબંધ બાંધવા માટે બોલાવતો પરંતુ ઉંમંગ તે બાબતે તેને નાં પાડતો, તો દેવેન્દ્ર તેને એમ કહેતો કે હું તારા ઘરે આવી ને આ તમામ વાત કહી દઈશ તેવી રીતે તે ઉંમંગ ને બ્લેકમેલ કરતો હતો.

બનાવ ની વાત કરીએ તો તા ૧૬ ના રોજ દેવેન્દ્ર એ ઉમંગને ફોન કર્યો અને અને તેને ફરીવાર સબંધ બાંધવા માટે બ્લેકમેલ કર્યો, અને આ વખતે ઉમંગ મળવા પણ ગયો, પણ બન્યું એવું કે બંને વચ્ચે પ્રથમ સબંધ કોણ બાંધશે તે બાબતે ઝઘડો થયો. અને ઝઘડો એટલી હદે વધી ગયો કે ઉમંગે દેવેન્દ્ર પર છરી નો ઘા મારી દીધો. અને દેવેન્દ્ર નું ત્યાને ત્યાં મોત નીપજ્યું હતું. દેવેન્દ્ર નું મોત થતા ઉમંગે તેની પાસે રહેલ સોનાની ચેન લઇ લીધી અને વેચી દીધી અને દેવન્દ્ર ની બાઈક પણ લઇ લીધી અને તેની નંબર પ્લેટ પણ ફેરવી નાખી હતી.

મળતી માહિતી અનુસાર સીનીયર સીટીઝન દેવેન્દ્ર કે જે ઉંમંગ ને મળવા માટે ઘરેથી ખોટું બોલી ને સાબરમતી રામનગર ખાતે જવા નીકળેલા હતા. પરંતુ રાત્રે ૮ વાગ્યા સુધી તે ઘરે પરત ફર્યા ન હતા, તેથી તેની પત્નીએ તેમને ફોન કર્યો પણ તેમનો ફોન બંધ આવતો હતો.તેહી તે તેના પરિવાર જનો સાથે તેના બીજા મકાનમાં તપાસ કરવા ગયા, ત્યાં દેવેન્દ્ર લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા.ત્યાં એમની પત્નીએ જોયું કે તેના પતિને ગળા માં ઘા માર્યા છે અને સોનાનો ચેન પણ લુટી લીધો છે, જેની આશરે કિંમત ૮૫ હજાર રૂપિયા છે.

તેથી બનાવ ની જાણ થતા દેવેન્દ્ર ની પત્ની એ સાબરમતી પોલીસ સ્ટેશન એ ખૂન અને લુટ ની ફરિયાદ દાખલ કરી હતી અને તેની પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે અગાઉ વાત કરીએ તો 15 દિવસમાં 3 સીનીયર સીટીઝન ની હત્યા થયેલ હતી, તેથી પોલીસ પર પ્રેશર વધવા ના કારણે પોલીસે આ વૃદ્ધ ના હત્યારા ને પકડવા ટીમ બનાવી હતી, અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી અને ટેકનીકલ એનાલિસિસ દ્વારા હત્યારાને ઝડપી પાડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!