કોલેજની યુવતીએ ઘરમાં જ ગળો ફાંસો ખાઈને જીવ ગુમાવ્યો,એક વર્ષ પહેલાં પતિનું મુત્યુ ને હવે દીકરી ન લીધે માતાને…
આપણે સૌ કોઈ જાણીએ છે કે,અવારનવાર આત્મહત્યા નાં સમાચારો મળતા હોય છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે,જેના કારણે સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. ખરેખર આજના સમયમાં સૌથી વધારે આત્મહત્યાના બનાવો યુવાપેઢીમાં વધુ થતા હોય છે , ત્યારે હાલમાં જ FY BAની એક વિદ્યાર્થિની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર જનોમાં ખૂબ જ આઘાત લાગેલ.
એક વર્ષ પહેલાં પતિના મૃત્યુ બાદ દીકરીના આપઘાતને ખૂબ જ મોટો આઘાત લાગેલ. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થિનીના આપઘાતનું કોઈ કારણ બહાર ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીના પિતરાઈ ભાઈ કાકા રાજેન્દ્ર પાટીલનું એક વર્ષ પહેલાં જ નિધન થયું હતું. ત્યારબાદ કાકી ગુજરાન ચલાવવા સાડી પર ટીકિ લગાડવાનું કામ કરતા હતા.
એકની એક બહેન અશ્વિની માતાના કામમાં મદદરૂપ થતી હતી. સાથે સાથે FY BA માં અભ્યાસ કરતી હતી પણ અચનાક આ બનાવના લીધે પરિવાર પણ વિચારમાં પડી ગયું છે કે, આખરે એવી તે શું ઘટના બની કે, આવું પગલું ભરવું પડ્યું. યુવતી ગુરુવારની મોડી સાંજે ઘરમાં એકલતામાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા માતા શોકમા ગરકાવ થઈ ગઈ હતી. તાત્કાલિક પોલોસ અને સંબંધીઓ ને જાણ કરી હતી.
ડીંડોલી પોલીસે સ્થળ તપાસ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. અશ્વિની ની આપઘાત પાછળ નું કોઈ કારણ બહાર આવ્યું નથી પરંતુ પોલીસ તપાસ તમામ રહસ્ય ખુલી શકે છે કે, કયા કારણોસર યુવતીએ આવું પગલું ભરવું પડ્યું હતું. હાલમાં તો માતાનાં જીવનમાં ખૂબ જ મોટું દુઃખ આવી ગયું છે. આપણે સૌ કોઈ ઈશ્વરને પાર્થના કરીએ કે પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.