એક જ ફિલ્મથી લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી આરોહી પટેલ મોર્ડન યુગ હોવા છતાં આવું જીવન જીવે છે…
ગુજરાતી સિનેમામાં એક યુગ હતો. જેમાં રુઅલ ફિલ્મના સમયમાં અભિનેત્રીઓમાં સ્નેહલતા, રોમા માણેક, આનંદી ત્રિપાઠી જેવી અનેક અભિનેત્રીઓ દર્શકોઓએ રાજ કર્યું હતું. ત્યારે આજના સમયમાં અર્બન ફિલ્મનો યુગ આવતા જ આજના સમયમાં આરોહી પટેલ ખૂબ જ નામના મેળવી છે. માત્ર એક ફિલ્મ દ્વારા તેમને દર્શકોનું દિલ જીતી લીધું. આજે આપણે જાણીશું ગુજરાતી સિનેમામાં આરોહી પટેલની સફર કેવી હતી.
આરોહી પટેલ એટલે ગુજરાતી સિનેમાનાં લોકપ્રિય દિગ્દર્શક સંદીપ પટેલ અને અભિનેત્રી આરતી પટેલની દીકરી છે, જેનો અમદાવાદમાં 15, નવેમ્બર,1994માં થયો હતો અને તેમનો પરિવાર અભિનયની દુનિયા સાથે સંકળાયેલ હોવાથી આરોહી પટેલને અભિનય ગડગુથીમાં જ મળેલો. તમને જાણીને નવાઈ લાગશે કે, આરોહી 1999માં તેમના પિતા દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ મોતીના ચોક રે સપનામાં દીઠાં ફિલ્મ થી કરી હતી. આ સિવાય તેને સતી સાવિત્રી સીરિયલમાં બાળ ભૂમિકા ભજવી હતી.
આરોહી પટેલ બાળપણ થી ફિલ્મ જગત સાથે જોડાઈને વર્ષ 2015માં વિજયગીરી બાવાની ફિલ્મ પ્રેમજી થી ગુજરાતી સિનેમા ડેબ્યુ કર્યું અને આ ફિલ્મ દ્વારા તેણે દર્શકોનું દિલ તો ન જીતી શકી પરંતુ કહેવાય છે ને કે, સમયની સાથે બધું જ બદલાઈ જાય છે. એવી જ રીતે આરોહી પટેલનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે તેમના પિતાએ વર્ષ 2017માં લવની ભવાઈ ફિલ્મ બનાવી અને આરોહી પટેલ અંતરા નાં પાત્ર થકી ગુજરાતીઓના હૈયામાં પોતાનું અનોખું સ્થાન બનાવ્યું.
આ ગુજરાતી ફિલ્મ પછી આરોહી પટેલ ક્યારેય પાછળ ફરીને નથી જોયું અને આ ફિલ્મ પછી તેને મોન્ટુની બીટ્ટુ તેમજ સૌથી લોકપ્રિય ફિલ્મ ચાલ જીવી લઈએ ફિલ્મ થકી મેળવી. આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં સૌથી વધુ કમાણી કારનાર અને 1000 દિવસ થી સિનેમા ઘરોમાં ચાલી રહી છે. આ ફિલ્મ ગોલ્ડન જ્યુબિલિ ફિલ્મ બની છે. ખરેખર આ ક્ષણ સૌ ગુજરાતીઓ માટે હરખની હતી. આરોહી પટેલનું વ્યક્તિત્વ ખૂબ જ નિખાલસ છે અને તેનું જીવન સામાન્ય છે. આટલી લોકપ્રિય હોવા છતાંય પણ તે વૈભવશાળી રીતે નહીં પણ એક સામાન્ય રીતે જ જીવન પસાર કરે છે.