પતિએ પોતાની પત્નીને તાજમહેલ સમાન ઘર ભેટમાં આપ્યું! અંદરથી અંબાણી નાં ઘરને ભૂલી જશો એટલું સુંદર…
ભારતમાં પ્રેમની અમર નિશાની એટલે દુનિયાની સાતમી અજયાબી પૈકીનું એક તાજ મહેલ! શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં આ બેનમુન મકબરો બનાવ્યો હતો. આજે આ તાજ મહેલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે ને પ્રેમમાં એવી તાકાત છે કે કંઈ પણ અશક્ય કાર્યને શક્ય કરી બતાવે છે. કોઈ કહે કે હું તારા માટે તાજ મહેલ બનાવી આપું તો તમને વિશ્વાસ નહીં આવે કે શું આવું પણ શક્ય હોય શકે? હા આ શક્ય છે, કારણ કે હાલમાં જ એક પતિ પોતાની પત્ની માટે આલીશાન તાજમહેલ ની પ્રતિકૃતિ સમાન ઘર બનાવી આપ્યું છે.
હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, બુરહાનપુરના શિક્ષાવિદ આનંદ પ્રકાશ પોતાની પત્ની મંજુષા ને તાજ મહેલ સમાન ઘર ગિફ્ટ કર્યું છે. આ ઘર બહાર થી તાજમહેલ જેવું દેખાય છે પરંતુ અંદર તે આલીશાન ઘર છે. આ ઘરની અંદર ઘરમાં 4 બેડરૂમ, 1 કિચન, એક લાઇબ્રેરી અને એક મેડિટેશન રૂમ છે. ઘર બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. આ તાજમહેલ ઘરનું ક્ષેત્રફળ મીનાર સહિત 90×90 છે. ઘરની ફ્લોરિંગ રાજસ્થાનના મકરાના અને ફર્નીચર સુરત-મુંબઈના કારીગરોએ તૈયાર કર્યું છે.
આ તાજમહેલ ઘર બુરહાનપુરથી પસાર થતી તાપ્તી નદીના કિનારે બનવાનો હતો પણ ઘણા કારણોથી તાજમહેલ બુરહાનપુરના સ્થાને આગ્રામાં બન્યો છે. આનંદ ચોક્સેને બુરહાનપુરમાં તાજમહેલ ના હોવાનો રંજ હતો. જેથી જ્યારે તક મળી તો તેણે પોતાની પત્નીને તાજમહેલની જેમ જ યાદગાર ગિફ્ટ આપવાનો નિર્ણય કર્યો હતો.
</p
તાજમહેલ જેવું ઘર બનાવનાર કંસલટિંગ એન્જીનિયર પ્રવિણ ચોક્સેએ જાણકારી આપતા કહ્યું કે આનંદ ચોક્સેએ તેમને તાજમહેલ જેવું મકાન બનાવવાનો મુશ્કેલ ટાસ્ક આપ્યો હતો.ઘરની અંદર કરેલ નકશી કામ માટે બંગાળ અને ઇન્દોરના કલાકરાની મદદ લેવામાં આવી છે. ઘરની ફ્લોરિંગ રાજસ્થાનના મકરાનાના કારીગરોથી કરાવવામાં આવી છે.ઘરમાં ફર્નિચરનું કામ સુરત અને મુંબઈના કારીગરોએ તૈયાર કર્યું છે.
આ ઘરને ઇન્ડિયન કંસ્ટ્રક્ટિંગ અલ્ટ્રાટેક આઉટ સ્ટેન્ડિંગ સ્ટ્રક્ચર ઓફ એમપીનો એવોર્ડ મળી ચૂક્યો છે. ઈનજીનીયર પ્રવીણ ચોક્સેના મતે આ તાજમહેલ જેવું ઘરનું ક્ષેત્રફળ મીનાર સહિત 90X90 નું છે. બેઝિક સ્ટ્રક્ચર 60X60 નું છે. ડોમ 29 ફૂટ ઉંચો રાખવામાં આવ્યો છે. તાજમહેલ જેવા ઘરમાં એક મોટો હોલ, 2 બેડરૂમ નીચે, 2 બેડરૂમ ઉપર છે. એક કિચન, એક લાઇબ્રેરી અને એક મેડિટેશન રૂમ બનાવવામાં આવ્યો છે.