બદ્રીનાથ ખજુરભાઈ સાથે એવુ થયુ કે ધૃસકે ધૃસકે રડી પડ્યા! જાણો એવુ શુ થયુ..
ચાર ધામોનું પવિત્ર ધામ એટલે બદ્રીનાથ! હાલમાં જ બદ્રીનાથ ભગવાન શિયાળાની ઋતુ શરૂ થતાં મંદિર ભાવિ ભક્તો માટે બંધ થઇ જશે અને ઋતુ પૂર્ણ થતાં ભગવાન બદ્રીનાથના પટાંગણ ફરી ખુલશે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખજુરભાઈ બદ્રીનાથનાં સાનિધ્યમાં પોહચ્યાં છે. આ દરમિયાન તેમની આંખોમાં આંસુઓની ધારા વહી ગઈ છે.
જ્યારે તમે આ વાત સાંભળશો ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આખરે રડવા પાછળનું કારણ શું હતું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે ખજૂરભાઈ લોકસેવક બનીને અનેક લોકોનું કલ્યાણ કરી રહ્યા છે..હાલમાં જ જલારામ જયંતીનાં દિવસે તેમને હરિદ્વાર ખાતે સાધુ સંતોને ભોજન કરાવ્યું હતું અને આ બાદ તેઓ હાલમાં બદ્રીનાથમાં પોતાની ટીમ સાથે દર્શન પોહચ્યાં છે. ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી બની છે. દરેક ટીમ મેમ્બરની આંખોમાં ખુશી અને ગામના આંસુઓ વહી ગયા છે. જ્યારે ખજૂરભાઈ અને તેમના ભાઈ બંને ધૂસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
આ ઘટના પાછળ એક ખૂબ જ દુઃખદાયકા ઘટના છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં ખજૂરભાઈ વીડિયો પોસ્ટ કર્યો છે, જ્યારે આ વીડિયો તમે પણ જોશો ત્યારે નક્કી તમારી આંખોમાં પણ આંસુઓ વહી જશે અને ભાવવિભોર થઈ જશો. ખજૂરભાઈએ તેમના પિતાની યાદમાં બદ્રીનાથમાં 500 સાધુ સંતો માટે ભંડારો યોજ્યો હતો.તેમજ શ્રદ્ધાપૂર્વક ભગવાન બદ્રીનાથના દર્શન કર્યા હતા.ખરેખર આ ઘટના કોઇ સામાન્ય નથી, કારણ કે આ આંસુઓની પાછળ એક દુઃખ વાત છે.
ખજૂરભાઈ તેમના ભાઈને ભેટીને રડવા લાગ્યા હતા અને તેમને રડતા રડતા વાત કરી હતી કે, એવી માન્યતા છે કે અહીંયાંન કળશ જ્યા સુધી જગન્નાથપુરીમાં ન ચડે ત્યાં સુધી માનતા પુરી થતી નથી. આને આ જોઈને મને મારા પપ્પાની યાદ આવી ગઈ.તેઓ દર વર્ષે જગન્નાથ પુરીએ જતાં હતાં.ખરેખર આ દ્રશ્ય જોઈને તેઓને પોતાના પિતા યાદ આવી જતાં ખજુર ભાઈની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા અને આ જોઈને કોઈનાં પણ હૈયાને સ્પર્શી જાય.