BSF જવાન શહીદ થતાં આવી રીતે આપી વિદાય કે સૌ કોઈની આંખોમાંથી આંસુ વહી ગયા.
દેશના અનેક જવાનો દેશની રક્ષા અર્થે પોતાના જીવ ગુમાવે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક જવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હોય છે. દિવસ રાત એક કરીને દેશની સહરદ પણ અનેક જવાનો તૈનાત રહે છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર જવાન શહીદ થઈ જતા ગામજનો અને તેમના પરિવાર જનોનો શોકમાં મુકાઈ ગયા હતા. ત્યારે ખરેખર આ જવાન પોતાના માદરે વતન ફરતા હદહ સ્પર્શી ઘટના ઘટી હતી. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે એક જવાન શહીદ થાય છે, ત્યારે તેની અંતિમ વિદાયમાં અનેક લોકો જોડાય છે.
હાલમાં જ એક એવી જ અંતિમ વિદાય હતી જેમાં શહીદ ને જે રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે તમારા હ્દયને સ્પર્શી જશે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ઇડરના સિયાસણના જીતેન્દ્રભાઇ મેણાત 9 વર્ષથી બીએસએફમાં 152 બટાલિયનમાં ફરજ બજાવતા હતા. તેઓ વર્ષ 2012માં બીએસએફમાં જોડાયા હતા અને હજારીબાગ ઝારખંડ ખાતે ટ્રેનીંગ પૂરી કરી વેસ્ટ બંગાળ, જમ્મુ કાશ્મીર અને હાલ વેસ્ટ બંગાળમાંફરજ બજાવતા હતા.
આ જવાનના પરિવારમાં માતા-પિતા પત્ની અને ત્રણ દીકરીઓ છે. ત્યારે અચનાક વિદાયનાં લીધે પરિવારજનો શોકમાં મુકાઈ ગયા. આપણે સૌ કોઈ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જવાનની આત્માને શાંતિ મળે તેમજ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. આ ઘટના દરેક જવાનોના પરિવારમાં બને છે અને જેનું દુઃખ તો એ માતા પિતા સમજી શકે જેને પોતાનો લાડકવાયો દીકરો ગુમાવ્યો હોય અને જેને પોતાનો પતિ, ભાઈ, પિતા અને ભાઈબંધ ગુમાવેલ હોય.એ દુઃખ ની વેદના એ લોકો જાણી શકે.ધારાસભ્ય હિતુ કનોડિયા અને ભિલોડાના ધારાસભ્યે પણ શહીદ જીતેન્દ્રભાઈના અંતિમ દર્શન કરીને અંતિમ સલામી આપી પરિવારને સાંત્વના પાઠવી હતી.
જ્યારે તા.17 નવેમ્બરે બીએસએફ હેડક્વાર્ટરથી જીતેન્દ્રભાઇ શહીદ થવાના સમાચાર પરિવારને મળ્યા હતા. શુક્રવારે મોડી સાંજે બીએસએફ કાફલો તેમના પાર્થિવ શરીરને લઇ તેમના માદરે વતન સિયાસણ આવી પહોંચતાં દર્શનાર્થે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.શનિવારે સવારે શહીદ જીતેન્દ્રભાઇની અંતિમ યાત્રામાં ઇડર અને ભિલોડાના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
શહીદ જવાન જીતેન્દ્રભાઇને બીએસએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી હતી.