તારક મહેતાની રીટા રીપોર્ટરે દીકરો હોવા છતાં આ કારણે બીજી વાર પરણી! લગ્નમાં આવ્યા માત્ર આ કલાકારો…
હાલમાં જ્યાં જુઓ ત્યાં સૌ કોઈ લગ્ન કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ તારક મહેતા સિરિયલ ની રિટા રીપોર્ટ ફરી એકવાર લગ્ન કર્યા અને આ લગ્નમાં તારક મહેતા સીરિયલના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને સૌથી મહત્વની વાત તો એ છે કે, આ લગમમાં સૌ કોઈ ટીમના સભ્યોએ હાજર રહીને આ લગ્નને વધુ આકર્ષક બનાવ્યા હતાં. આ લગ્ન એટલા માટે ખાસ હતા કારણ કે, તેના દીકરા ની હાજીરમાં તેને બીજીવાર લગ્ન કર્યા.
તમેં આવું ક્યારેય નહીં જોયું હોય કે દીકરાની હાજરીમાં માતાપિતા લગ્ન કરે! અમે આપને જણાવીએ કે આ બીજીવાર લગ્ન કરવા પાછળનું કારણ શું હતું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જ 19 નવેમ્બરના રોજ પ્રિયા આહૂજા અને માલવ રાજદાએ પોતાના લગ્નના 10 વર્ષ પુરા કરી લીધા અને આ જ ખુશીને વધાવવા તેમને બન્ને ફરીવાર લગ્ન કરીને આ 10 વર્ષના સંબંધને વધુ ગાઢ બનાવ્યા હતાં.
પ્રિયા તથા માલવે બીજીવાર લગ્ન માત્ર એક દિવસનો શુભ અવસર ન હતો. આ લગ્નમાં મહેંદી, પીઠી તથા સંગીત સેરેમની પણ રાખવામાં આવી હતી. આ લગ્નમાં પરિવારના સભ્યો, મિત્રો તથા સિરિયલના કલાકારો પણ જોવા મળ્યાં હતાં. ખરેખર આ ખૂબ જ શાનદાર લગ્નમાં સૌ કોઈ કલાકાર આવિને વધુ યાદગાર બનાવ્યા હતાં.
લગ્ન બાદ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં સિરિયલમાં ચંપકચાચાનો રોલ ભજવતા અમિત ભટ્ટે જોરદાર ડાન્સ કર્યો હતો. સ્ટેજ પર અમિત ભટ્ટે પહેલાં પ્રિયા આહુજા સાથે અને પછી જૂની સોનુસાથે ડાન્સ કર્યો હતો. ડાન્સ કરતાં સમયે અમિત ભટ્ટે બબીતાને પણ ડાન્સ કરવાનો આગ્રહ કર્યો હતો.
લગ્નમાં જેઠાલાલનો રોલ પ્લે કરતાં દિલીપ જોષી, પત્રકાર પોપટલાલ એટલે શ્યામ પાઠક, સોનુ બનતી પલક સહિતના કલાકારો આવ્યા હતા. માલવ તથા પ્રિયાનું ગઠબંધન પલક સિધવાણીએ કર્યું હતું. લગ્નમાં કુશ શાહ, સમય શાહ, નિધિ ભાનુશાલી પણ આવ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયામાં આ લગ્ન ખૂબ જ ચર્ચા વિષય બન્યો છે.