અનુપમાં સિરિયલમાં ગાંગુલીની માનું પાત્ર ભજવનાર અભિનેત્રીનું આ કારણે થયું દુઃખ નિધન..
કોરોના કાળ પછી ફિલ્મ જગત અને ટીવી જગત અનેક કલાકારો ગુમાવ્યા છે, ત્યારે તેની ખોટ કોઈ પુરી શકે તેમ નથી. જ્યારે એક કલાકાર આ દુનિયામાં થી વિદાય લઈ છે, ત્યારે માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ અનેક ચાહકો પણ શોકમગ્ન બની જાય છે. હાલમાં જ ગુજરાતી કલાકારોને ગુમાવ્યા છે, ત્યારે ફરી એક વખત લોકપ્રિય અનુપમા સિરિયલની અભિનેત્રીનું નિધન થતા ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે.
તમે જ્યારે આ અભિનેત્રીનું નામ સાંભળશો ત્યારે ખરેખર તમારું હ્દય કંપી ઉઠશે અને આંખમાંથી આંસુઓની ધારા વહી જશે. હાલમાં જ સૂત્ર દ્વારા માહિતી મળી છે કે,અનુપમા સિરિયલમાંગાંગુલીની માતાનો રોલ કરનાર અભિનેત્રી માધવી ગોગટેનું નિધન થયું છે. મોતીની પાછળનું કારણ જાણવા મળ્યું છે કે, તેમને કોરોના હતો. વાત જાણે એમ છે કે, 21 નવેમ્બરે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
માધવી સીરિયલ ‘કહીં તો હોગા’ માટે પણ જાણીતા હતા રૂપાલી ગાંગુલીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ પોસ્ટ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી. માધવીની ઉંમર 58 વર્ષની હતી. તેમની મિત્ર નીલુ કોહલીએ પણ માધવી માટે ઈમોશનલ મેસેજ શેર કર્યો છે. મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, માધવીને જ્યાર થી કોરોના થયો પછી તેની તબિયત નબળી પડી ગઈ હતી. રૂપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ઘણું બધું અકથિત રહી ગયું. વંદન માધવીજી.
માધવીએ અગાઉ અનુપમા સિરિયલમાં અનુપમાની માતાની ભૂમિકા ભજવી હતી. બાદમાં તેમની જગ્યાએ સવિતા પ્રભુને લેવામાં આવી હતી. મિત્ર નીલુ કોહલીએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “માધવી ગોગટે મારી પ્રિય મિત્ર જ નથી… હું વિશ્વાસ કરી શકતી નથી કે તમે અમને છોડીને ગયા.” દિલ તૂટી ગયું છે, તમારે હજી જવાની ઉંમરના ન હતી. ડેમ કોવિડ. હું ઈચ્છું છું કે જ્યારે તમે મારા મેસેજનો જવાબ ન આપ્યો ત્યારે મેં ફોન ઉપાડ્યો હોત અને તમારી સાથે વાત કરી હોત. હવે હું માત્ર અફસોસ કરી શકું છું.
માધવીએ એકતા કપૂરની સિરિયલ કહીં તો હોગામાં સુજલની માતાની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી.ખરેખર તેમની આ અચનાક વિદાય થી સિનેમા જગતમાં ખૂબ જ મોટી ખોટ વર્તાય છે.એક કલાકાર ક્યારેય મરતો નથી પણ તેમની કલા થકી સદાય તે દર્શકોના દિલોમાં જીવંત રહે છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, મૃતકની આત્માને શાંતિ અર્પે અને ચાહકો અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આઓએ.