India

અભણ પિતાનું બેંકમાં અપમાન થતા દીકરાઓ ને પી.આઈ, ડોક્ટર અને એન્જીનીયર બનાવ્યા

હાલ લોકો પોતાના અપમાન નો બદલો અપમાન થી લે છે, માર નો બદલો માર થી લે છે, પરંતુ આપણું જે અપમાન થયું છે તેનો બદલો શાંત મને કહીપણ બોલ્યા કે કંઈપણ કર્યા વગર લઈએ તે સાચું, અને ખાસ મહત્વ આપણને આપણા સ્વમાન નું હોઈ છે, કોઈપણ વ્યક્તિ ને પોતના સ્વમાન થી વ્હાલું કંઈપણ નથી હોતું, તેવીજ એક વાત કરીએ તો..

ભચાઉ માં રહેતા નામે  ચોબારી મેરામણભાઈ વરચંદ કે અને, તેમના પરિવાર માં તેની પત્ની અને બે પુત્રો હતા, તે એક વખત ભચાઉ ની બેંકમાં એક બેન્કના કામ અર્થે ગયા હતા, ત્યા તેઓ બેંક ની સ્લીપ ભરતા હતા, એ સ્લીપ ભરવામાં મેરામણભાઈ થી ભૂલ થયેલ હતી, તે ભૂલ જોઈ ત્યાના બેંક કર્મચારી એ તે સ્લીપ ફાડી નાખી અને મેરામણભાઈ નું આવી નાની ભૂલ નાં કારણે ત્યાં તેમનું એ બેંક કર્મચારી એ ખુબજ અપમાન કર્યું હતું. તે અપમાન નાં કારણે  મેરામણભાઈ ને ખુબજ દિલમાં ખોટું લાગેલ હતું.

પરંતુ કહેવત છે ને જે થાય તે સારા માટે થાય છે, મેરામણભાઈ ના તે અપમાન બાદ તેના જીવનમાં ઘણો મોટો બદલાવ આવ્યો, અને તેમણે નિર્ણય કર્યો કે હું તો નથી ભણી શક્યો પરંતુ હું મારા બંને બાળકોને ખુબજ શિક્ષણ અપાવીશ. અને મેરામણભાઈ ની આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી હતી તો પણ મેરામણભાઈ ના બંને પુત્રો નામે મહેશ કે જે બી.મિકેનિકલ ઇન્જિનીયર અને બીજો પુત્ર હમીર કે જે એમબીબીએસ તબીબ બન્યો હતો. ત્યારબાદ મેરામણભાઈ નું અવસાન થતા તેમની પત્ની નામે અમીબેન તો પણ હિમ્મત હાર્યા ન હતા.

પોતાના પતિના નિર્ણય ને આગળ વધારવા ,માટે નાના પુત્ર મહેશને હજી આગળ ભણાવ્યો, ત્યારબાદ મહેશે અભ્યાસ માં મહેનત કરી જીપીએસ ની પરીક્ષા પાસ કરી ગાંધીધામ ખાતે ટેક્સ ઇન્સ્પેકટર તરીકે સેવા આપી હતી, અને ત્યારબાદ પી.આઈ ની પરીક્ષા પાસ કર્યા બાદ ચોબારી પરિવારનો પ્રથમ પી.આઈ બન્યા હતા. અને તેમના પરિવાર અને ગામ નું નામ રોશન કર્યું હતું,

મહત્વની વાત એ છે કે, મેરામણભાઈ અને તેમની પત્ની અમીબેન જો ઈચ્છેત તો તેના બંને પુત્રને ખેતીમાં કામ કરી બે પૈસા કમાવવાની સલાહ આપેત પરંતુ બંને પતિ પત્ની ના દ્રઢ નિર્ણય અને મહેનત થી તેના બંને દીકરા ખુબજ અભ્યાસ કરી મહેનત કરી પોતાના સમાજમાં નામના મેળવી હતી, અને પોતાના પિતા ના અપમાન ને ખોટું સાબિત કર્યું હતું. મલ્ટી માહિતી અનુસાર મેરામણભાઈ ના અન્ય બે પુત્રો નામે સવજીભાઈ અને વિષ્ણુભાઈ કે જે બંને ચોબારીમાં ખેતી સંભાળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!