જન્મતા ની સાથે જ ડોક્ટરે કચરા મા નાખી દિધી હતી અને શારીરીક રીતે વિકલાંગ હોવા છતાં KBC મા પહોચી ! અમિતાભ બચ્ચન ની આખો મા પણ આંસુ આવી ગયાં
કોઈ દિવસ કોઈ વ્યક્તિ ને સાધારણ સમજવી નહિ, કે તેને તેના વ્યક્તિત્વ પરથી નીચી પાડવી નહિ, કારણકે દુનિયામાં તમામ વ્યક્તિ ને ભગવાન એ એક સમાન જ બુદ્ધી આપેલ છે, તેવીજ એક મહિલા નામે નુપુર ની વાત કરીએ તો તે પેદા થઇ અને તેને મૃત સમજી તેને કચરાપેટી માં નાખી દીધી હતી.
ઉતરપ્રદેશના ઉન્નાવ જીલ્લામાં બીધાપુર ની રહેવાસી નુપુર નો જન્મ એક ખેડૂત રામકુમાર સિંહના ઘરે થયો હતો. નુપુર નો જન્મ થયો ત્યારે તેને શરીર પર સર્જીકલ ઇન્સ્ત્રુંમેન્ટસ લાગી ગયા હતા, તે દરમિયાન ડોક્ટરને લાગ્યું કે તે મરેલી જન્મી છે તેના કારણે તી કચરાપેટી માં નાખી દીધી હતી. અને આ વાત નુપુરે કોન બનેગા કરોડપતિ ના ૧૧ માં સિઝનમાં અમિતાબ બચ્ચન ની સામે હોટ સીટ પર બેસી આ મહિલા નુપુરે કહ્યું હતું. નુપુર ની જીવનની દુખ પર વાતો સાંભળી મહાન અભિનેતા અમિતાબ બચ્ચન પણ સ્તબ્ધ થઇ ગયા હતા. અને ત્યાં બેસેલા તમામ પ્રેક્ષકો ના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
નુપુર ને એક બીમારી છે તેના કારણે તે સરળતાથી ચાલી શકતી નથી, પરંતુ તે એ હાલતમાં પણ તેણે નક્કી કર્યું હતું, તે કોઈદીવ્સ વ્હીલચેર પર નહિ બેસે ભલે તેને કોઈ સ્ટેન્ડ લેવું પડે કે કોઈના સહારે ચાલવું પડે. પરંતુ નુપુર ના મનોબળ અને તેની મહેનત થી તે એક ટેલીવીઝન ના મોટા શો માં આવી તેમાં મહાનાયક અમિતાબ બચ્ચન સામે બેસી રૂ.૧૨.૫૦ લાખ રૂપિયા જીતી હતી. અને નુપુર નું કહેવું એમ છે કે જીવનમાં ભલે કેટલી તકલીફો પડે, પરંતુ જીવન ને હમેંશા સુંદર રીતે જ જીવવું જોઈએ, અને નુપુરે એમ પણ કહ્યું કે જો હું વ્હીલચેર પર બેસીશ તો હું ત્યાંથી ઉભી થઇ શકીશ નહિ, એટલે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પોતાના દમ અને તાકાત પર જીવીશ.
નુપુરની જન્મની વાત તેણે કોન બનેગા કરોડપતિ માં કરી હતી તે ક્ષણે અમિતાબ બચ્ચન અને ત્યાના પ્રેક્ષકો ખુબજ સ્તબ્ધ અને બધાની આંખમાં આંસુ આવી ગયા હતા. નુપૂરના પર્સનલ જીવનની વાત કરીએ તો એક શિક્ષક છે. અને તે એક પ્લેગ્રૂપ માં બાળકોને ભણાવે છે, અને ધો-૧૦ ના વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપે છે. આવી બહાદુર અને આત્મમનોબળ ધરાવનાર મહિલા ને સલામ છે.