Entertainment

આ કારણ થી માધુરી દિક્ષીત 24 તારીખ પછી પાવાગઢ આવશે અને ગુજરાત ના….

હાલમાં બોલીવુડની અભિનેત્રી માધુરી દીક્ષિત ખૂબ જ ચર્ચામાં છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે માધુરી દીક્ષિત ગુજરાત આવી રહી છે.હાલમાં જ થોડા દિવસ પહેલા જ માધુરીની એક રિલ્સ વાયરલ થઈ હતી.જેમાં માધુરી દીક્ષિત સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીની ડિશ તૈયાર કરી રહી છે, આ ડિશ સાથે ગુજરાતી સોંગ સાથે પણ હતું અને આ સોંગ લોકપ્રિય ગાયક કલાકાર જીગરદાન ગજવી ગાયેલ.

ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, માધુરી દીક્ષિત ગુજરાતમાં પધારી રહી છે અને એ પણ પાવગઢમાં મહાકાલીના સાનિધ્યમાં ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, તેની પાછળ એક કારણ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,આજથી 24 નવેમ્બર સુધી માધુરી દીક્ષિત પંચમહાલમાં જ રહેશે. આ દરમિયાન તે પાવાગઢના ભદ્રગેટ, જામા મસ્જિદ, સાત કમાન જેવી સાઈટ પર શૂટિંગ કરશે.

પાવાગઢ ખાતે માધૂરી દીક્ષિત આવી હોવાના પગલે સ્થાનિક જિલ્લા સહિત આસપાસના અન્ય જિલ્લાઓમાંથી તેના ચાહકોની અવરજવર વધી ગઈ છે.પહેલા બૉલિવૂડ અભિનેત્રીએ અમદાવાદના વાસણા વિસ્તારમાં પણ શૂટિંગ કર્યું હતું. માધૂરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિત ત્રિવેદી અને શ્રુતિ પાઠકનું સૉન્ગ શેર કરીને અમદાવાદના ભરપુર વખાણ કર્યા હતા.એવામાં આજે બૉલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત પાવાગઢ ખાતે ફિલ્મના શૂટિંગ માટે પહોંચી છે.

પાવાગઢ ખાતે વહેલી સવારથી હિન્દી ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતનું શૂટિંગ ચાલી રહ્યું છે. પાવાગઢના માંચી તરફ જવાના માર્ગ પર તેમજ રોપ-વે નજીક માધુરી દીક્ષિતનું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીં ધક-ધક ગર્લ ત્રણ દિવસ સુધી પોતાની ફિલ્મનું શુટિંગ કરશે. માધુરી દીક્ષિત શૂટિંગ માટે આવી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં તેના ચાહકો પોતાની મનગમતી અભિનેત્રીને જોવા માટે ઉમટી પડ્યા છે.ખરેખર આ વાતની જાણ થઈ ત્યારે સૌ કોઈ ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!