ઘરમાં ખાવાનો અન્ન દાણો ન હતો છતાંય ઝૂંપડીમાં રહેનારની દીકરી આપમેળે પોલીસ અધિકારી બની…
દરેક સફળતાની પાછળ અનેક નિષ્ફળતાઓ તેમજ સંઘર્ષ રહેલ હોય છે.આજે અમે આપને એક એવી સફળતામય વાત કહીશું જે તમારા હૃદયને સ્પર્શી જશે. કહેવાય છે ને જીવનમાં દરેકના સ્વપ્નનો પૂર્ણ થાય છે અને આ સપનાઓને હકીકતમાં વ્યક્તિ ઈચ્છે તો પૂર્ણ કરી શકે છે.જો તમે એવું વિચારતા હોય કે ગરીબ વ્યક્તિઓના સ્વપ્ન સાચા નથી થઇ શકતા તો તમારા માટે આ ખૂબ જ પ્રેરણાદાયી કિસ્સો છે.
દ્રઢ મનોબળ અને પોતાના પર આત્મવિશ્વાસ હોય તો કઠિન કાર્યો ને પૂર્ણ કરી શકાય છે અને હાલમાં જ મહારાષ્ટ્રની એક દીકરી એ પોતાના ગરીબ માતા પિતાનું સ્વપ્નું સાકાર કરી બતાવ્યું છે. સપનાઓ શ્રીમંતો માટે નહીં પણ સામન્ય લોકોના જ હોય છે, એ સપનાઓ સાકાર કરીને જ તેઓ શ્રીમંત બને છે. હાલમાં આ વાત સોશિયલ મીડિયામાં સૌ કોઈ માટે પ્રેરણાદાયી બની રહી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, તેજલ આહેર નામની યુવતી જે નાસિકની રહેવાસી છે. તેને પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિનો સામનો કરીને પણ જીવનમાં સફળતા મેળવી.અભ્યાસ માટે ફી ભરવાનાં પૈસા ન હતા તેની પાસે. આજે તેન લોક સેવા આયોગની મહારાષ્ટ્રની પોલીસ ઉપનિરીક્ષકના પદ ની પરીક્ષામાં પાસ થઈને પોતાનું સપનું સાબિત કરી બતાવ્યુ. જ્યારે 15 મહિનાની પોતાની ટ્રેનિંગ પુરી કરીને આવી ત્યારે ગામના લોકોએ તેનું સ્વાગત કર્યું.
7 જાન્યુઆરી 2020માં તેજલનું મુંબઈમાં પોસ્ટિંગ થયું અને પોતાની ફરજ નિભાવવાનું શરૂ કર્યું. તેજલ આ પરીક્ષા પાસ કરવા ખૂબ જ તનતોડ મહેનત કરી અને આખરે સખત પરિશ્રમ થકી તેને આ પરીક્ષા પાસ કરી બતાવી. આજે તેનું પરિણામ આપણી સૌ સમક્ષ છે. એક સમય એવો હતો કે એમના ઘરમાં ખાવા માટે રોટલી ન હતી પણ આવી પરિસ્થિતિમાં પણ તેને પોતાનું મનોબળ ન હાર્યું અને સપનું પુરૂ કરી બતાવ્યું.